દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 1139 લોકો કોરોનાથી પીડિત છે, જેમાંથી 30 લોકો મૃત્યુ પામ્યા છે. મોદી સરકારે કોરોના અંગે 11 કમિટીઓની રચના કરી છે. આ કમિટીની જવાબદારી કોરોનાને કારણે થતી કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે.
ગૃહ મંત્રાલય દ્વારા રવિવારે સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં મોદી સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાન માટે પ્રથમ સમિતિની રચના કરવામાં આવી છે. તેનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. વી. પોલ કરી રહ્યા છે.
Ministry of Home Affairs constitutes 11 Empowered Groups, under Disaster Management Act 2005, for planning & ensuring implementation of #COVID19 response activities.@HMOIndia @NITIAayog #COVID2019india #IndiaFightsCorona pic.twitter.com/K93zKs4ZBb
— PIB India ?? #StayHome #StaySafe (@PIB_India) March 29, 2020
આ ઉપરાંત બીજી કમિટીની રચના હોસ્પિટલ, આઈસોલેશન અને ક્વોરેન્ટાઈનની ઉપલબ્ધતા માટે અને રોગના નિરીક્ષણ, પરીક્ષણ અને ક્રિટીકલ કેર ટ્રેનિંગ માટે કરવામાં આવી છે. આ સિવાય લોકોને તબીબી ઉપકરણો, ખાદ્યપદાર્થો અને દવાઓની સુવિધા, ખાનગી ક્ષેત્ર અને એનજીઓ સાથે સંકલન અને લોકડાઉન માટે સમિતિઓ બનાવવામાં આવી છે.
ભારતમાં કોરોનાના 1100થી વધુ દર્દીઓ
ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસ ધરાવતા દર્દીઓની સંખ્યા એક હજાર 100ને પાર કરી ગઇ. જ્યારે કે અત્યાર સુધી કુલ 27 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં 15 માર્ચ બાદ કોરોનાના પોઝિટીવ કેસમાં ઝડપથી વધારો નોંધાયો છે.13 દિવસમાં જ 900થી વધુ પોઝીટિવ કેસ દાખલ થયા છે. દેશમાં 14 માર્ચ સુધી ફક્ત 100 કેસ નોંધાયા. પરંતુ ત્યાર બાદ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાયો. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં ખૂબ જ ઝડપથી કેસ વધી રહ્યા છે. 85 દર્દીઓ કોરોનાના ચેપ બાદ સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ દર્દીઓ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણા, ગુજરાત , યુપીમાં, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશમાં પણ કેસ નોંધાયા છે.
દુનિયાભરમાં 33 હજારથી વધુનાં મોત
ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલો કોરોના વાયરસ હવે વિશ્વના લગભગ 183 દેશોમાં ફેલાયો છે. વિશ્વભરમાં 33 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. ડિસેમ્બરમાં ચીનમાં પહેલો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 7 લાખ 11 હજાર લોકોને તેનો ચેપ લાગ્યો છે. તેમાંથી 1 લાખ 48 હજાર લોકો સાજા થયા છે.
કોરોનાથી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત
દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ કોરોનાનો શિકાર બન્યો છે. અમેરિકામાં કોરોનાનો ચેપ લગભગ 1 લાખ 40 હજાર લોકોને લાગ્યો છે. ફક્ત ન્યૂયોર્ક શહેરમાં જ લગભગ 50 હજાર દર્દીઓ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 2445 લોકોનાં મોત થયા છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….