GSTV

રહેમની દ્રષ્ટી અમારા પર પણ રાખો મોદી સરકાર, વિદેશી વેક્સિનને તમામ પ્રકારની છૂટ: ફાઈઝર પર મહેરબાની તો અમારા પર સિતમ!

Last Updated on June 3, 2021 by pratik shah

ફાઈઝર અને મૉડર્ના બાદ કોરોના વેક્સિન કોવિશીલ્ડ બનાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ સરકાર પાસે કાયદાકીય સુરક્ષાની માંગ કરી છે. કંપનીએ કહ્યું કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જો વિદેશી વેક્સિન કંપનીઓને કાયદાકીય સુરક્ષા આપવામા આવી રહી હોય તો આ સુવિધા તેમની કંપનીને પણ મળવી જોઈએ. સીરમના સૂત્રોએ માત્ર તેમની જ કંપની નહીં પરંતુ વેક્સિન બનાવતી તમામ કંપનીઓને સમાન કાયદાકીય સુરક્ષા મળવી જોઈએ તેમ જણાવ્યું હતું.

વિદેશી વેક્સિનને કાયદાકીય બાબતે સુરક્ષા મળી શકે છે

  • વિદેશી વેક્સિનને કાયદાકીય બાબતે સુરક્ષા મળી શકે છે
  • સીરમે કહ્યું- અમને પણ મળવી જોઈએ કાયદાકીય સુરક્ષા
  • કાયદો બધા માટે સમાન, તમામને મળ એક જેવી સુરક્ષા: સીરમ
  • ફાઈઝર-મૉડર્નાએ ભારત સમક્ષ રાખી છે

ફાઈઝર અને મૉડર્નાની આ શરતો પર હજી સુધી ભારતે કોઈ નિર્ણય લીધો નથી

ચીન

એક અહેવાલ અનુસાર, ફાઈઝર-બાયોએનટેક દ્વારા અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોમાં કાયદાકીય સુરક્ષાની માંગ કરવામા આવી છે. કંપની ઈચ્છે છે કે, ભારતમાં પણ વેક્સિન લીધા બાદ જો કોઈ આડઅસરનો ગંભીર કેસ આવે તો તે વળતર સહિતના મામલે જવાબદાર નહીં રહે. ફાઈઝર અને મૉડર્નાની આ શરતો પર હજી સુધી ભારતે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ વિદેશી વેક્સિનની આયાત થકી દેશમાં વેક્સિનની અછતને દૂર કરવા માટે વહેલી તકે આ શરત મામલે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!