GSTV
Gujarat Government Advertisement

કોરોનાની લડાઈમાં મોદી સરકાર સામે છે સૌથી મોટો પડકાર, નહીં નાથી શકાય કોરોનાને

pm

Last Updated on April 20, 2020 by

કોરોના સામેની લડાઈમાં ભારત માટે ચિંતાનો વિષય બને તેવું ઓબ્ઝર્વેશન ભારતના વૈજ્ઞાનિકોએ કર્યુ છે. ભારતમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડોક્ટર રમણ ગંગાખેડકરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ભારતમાં 80 ટકા કેસ એવા છે જેમાં કોરોનાના કોઈ લક્ષણ જ દેખાઈ રહ્યા નથી. આવામાં જેમને ચેપ લાગ્યો છે કે તેમને ઓળખવાનું કામ મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં વસતીનો આંકડો જોતા તમામનો ટેસ્ટ કરવો સંભવ નથી.

ટેસ્ટિંગની પેટર્ન બદલવી શક્ય નથી

તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હોય છે કે, તેમને વાયરસનો ચેપ લાગે તો પણ બહારથી આ વ્યક્તિ સામાન્ય જ દેખાય છે પણ ખતરનાક બાબત એ છે કે, આ વ્યકિતના કારણે બીજાને ચેપ લાગી શકે છે. આ સંજોગોમાં કોરોના વાયરસનો ચેપ કોણે કોને લગાડ્યો તે જાણવું બહુ પડકારજનક બની જાય છે. ડો.ગંગાખેડકરે કહ્યુ હતુ કે, આવી સ્થિતિ પછી પણ ટેસ્ટિંગની પેટર્ન બદલવી શક્ય નથી.

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીનો આંકડો 17 હજારને પાર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં કુલ 559 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, અહી 4 હજાર 200 જેટલા કોરોનાના પોઝિટીવ કેસ તો 233 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં જ 2 હજાર 200થી વધારે કેસ છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે 2 હજાર જેટલા કેસ દિલ્હીમાં નોંધાયા છે. જ્યારે કે 45 જેટલા લોકોના મોત પણ થયા છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસ બે હાજર પાસે પહોંચવાની તૈયારીમાં છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસ બાદ કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE Board Result 2021: ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવા માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, મેલ પણ કરી શકાય

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!