GSTV

મોદી સરકાર 2.0 : પ્રથમ વખત મંત્રી બન્યા અને બની ગયા પાવરફૂલ ચહેરા, આ લોકોની મોટી ખોટ

Last Updated on May 29, 2020 by Ankita Trada

કોરોના મહામારી વચ્ચે નરેન્દ્રમોદી સરકારના 2.0 ના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 30 મેના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં સતત બીજી વખત બીજેપીએ સરકારરચી. તો મંત્રીમંડળમાં એવા કેટલાય નવા ચહેરાઓ શામેલ થયા હતા જે અગાઉની મોદી સરકારમાં શામેલ નહોતા. અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી, તો એસ જયશંકરને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓએ મોદી કેબિનેટ 2.0 માં સૌથી શક્તિશાળી ચહેરા તરીકે પોતાનું સ્થાન પણ બનાવ્યું છે.

કોઈ મંત્રાલયનો અનુભવ ન હોવા છતાં અમિતશાહ સૌથી તાકતવર ચહેરો

મોદી કેબિનેટ 2.0 નો સૌથી શક્તિશાળી ચહેરો અમિત શાહનો રહ્યો છે. જેમને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા શાહને કેન્દ્ર સરકારમાં કોઈ મંત્રાલયનો અનુભવ પણ નહોતો. જો કે અમિત શાહ કેબિનેટમાં સામેલ થતાં જ તેમણે એવા ઘણા મહત્વના નિર્ણયો લીધા, જેના પર લાંબા સમયથી કોઈ પણ સરકાર હાથ મુકવાથી ખચકાતી હતી. જમ્મુ-કાશ્મીરમાં 370 નાબૂદ કરવાનો મામલો હોય કે પછી આતંકવાદ વિરુદ્ધ UAPA જેવો સખત કાયદો હોય અથવા સીએએમાં સુધારો કરવાની વાત હોય, અમિતશાહે તે સારી રીતે કરી બતાવ્યું છે.

એસ જયશંકર બન્યા કેબિનેટનો મહત્ત્વનો હિસ્સો

મોદી સરકાર બીજી વાર સત્તા પર આવ્યા પછી સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્યનાં કારણોસર કેબિનેટનો હિસ્સો બનવાની ના પાડી. આ પછી પીએમ મોદીએ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને કેબિનેટના ભાગ રૂપે વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી હતી. એસ જયશંકરને મંત્રી તરીકેનો પહેલો અનુભવ છે અને તેમણે વિદેશ સચિવ તરીકેની મહત્ત્વની જવાબદારી સંભાળી છે. જયશંકર એવા લોકોમાં સામેલ હતા જેમણે ચીન સાથે ડોકલામ મુદ્દાનો ઉકેલ લાવી દીધો હતો. એટલું જ નહીં, તેઓ અમેરિકામાં ભારતીય રાજદૂત પણ રહી ચૂક્યા છે, એટલે જ મોદી સરકારની કેબિનેટમાં મહત્ત્વનો હિસ્સો બન્યા છે.

નિશંકને સોંપાયું માનવ સંસાધન મંત્રાલય

મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વાર લોકસભાના સાંસદ ડો.રમેશ પોખરીયલ નિશંકને સોંપવામાં આવી છે. અગાઉની મોદી સરકારમાં નિશંક મંત્રીમંડળનો ભાગ ન હતા, પરંતુ આ વખતે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. એવી રીતે ઓડિશાથી પ્રથમ વખત જીતીને આવેલા પ્રતાપ સારંગીને પણ મોદી સરકારે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગના રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. નિત્યાનંદ રાયને પણ મોદી કેબિનેટમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. નિત્યાનંદ રાયને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

મોદી સરકારના આ ચહેરાઓની પડી મોટી ખોટ

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાં પ્રધાન રહેલા અરુણ જેટલીએ આરોગ્યનાં કારણો જણાવીને કેબિનેટનો હિસ્સો બનવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં શ્વાસની તકલીફને કારણે અરુણ જેટલીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 24 ઓગસ્ટના રોજ પૂર્વ નાણામંત્રીનું અવસાન થયું હતું. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે લોકસભાની ચૂંટણીમાં ભાગ લીધો ન હતો અને તેણીનું પણ અચાનક અવસાન થયું હતું. અનંત કુમારનું પણ આ રીતે મૃત્યુ થયું. તેઓ કેન્સરથી પીડિત હોવાનું કહેવાતું હતું અને તે એનડીએ 1.0 સરકારમાં સંસદીય બાબતોના મંત્રી હતા. મનોહર પર્રિકર, જે મોદી સરકારના અગાઉના કાર્યકાળમાં સંરક્ષણ પ્રધાન હતા, તેમણે કેન્દ્રની રાજનીતિ છોડી પોતાના પ્રદેશ ગોવામાં પરત ફર્યા હતા અને થોડા દિવસો પછી તેમનું અવસાન થયું હતું.

આ જૂના જોગીઓને બીજી ટર્મમાં ન મળ્યું સ્થાન

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રી રહેલા નેતાઓમાં એવા ઘણા બધા ચહેરાઓ સામે આવ્યા છે, જેમને બીજી ટર્મમાં સ્થાન મળ્યું નથી. જેમાં ઉમા ભારતી, સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, શિવ પ્રતાપ શુક્લા, જુઆલ ઓરમ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અનુપ્રિયા પટેલ, જેપી નડ્ડા, એસ.એસ. આહલુવાલિયા, રાધામોહનસિંઘ, ચૌધરી બિરેન્દ્રસિંહ, વિજય સંપલા, અનંત ગીતે, સુભાષ ભામરે, જયંત સિંહા, ડો.મહેશ શર્માના નામ શામેલ છે. જેઓએ મોદી સરકારની પ્રથમ ટર્મમાં કોઈને કોઈ સ્થાન શોભાવ્યું હતું. પરંતુ બીજી ટર્મમાં તેમને કોઈ સ્થાન મળ્યું નથી.

Read Also

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!