દેશભરમાં વેક્સિનની અછતથી લાઈનો લાગવાની સાથે લોકોને સ્લોટ મળી રહ્યાં નથી. તાઉ તે બાદ ગુજરાતમાં હવે વેક્સિનેશન ઝડપ પકડે તેવી સંભાવના વચ્ચે આજે લેવાયેલા નિર્ણયોએ ગુજરાતીઓને ભરાવી દીધા છે. મોદી સરકારે આદેશ કર્યો છે કે, 18થી 44 વર્ષના લોકોએ વેક્સિન માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તેઓ સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન લઈ શકે છે, આ આદેશના ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં જયંતિ રવીએ કહ્યું છે કે ગુજરાતમાં રજિસ્ટ્રેશન વિના વેક્સિન નહીં મળે. ગુજરાતમાં વેક્સિનેશન માટે એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની પદ્ધતિ યથાવત છે.

વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે
દેશમાં હાલ કોરોના વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. હવે આ મામલે સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સોમવારે સરકારે જાહેરાત કરી કે, દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિનેશન માટે હવે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. લોકો સીધા સેન્ટર પર જઈ વેક્સિન લગાવડાવી શકે છે. કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરવા એપોઈન્ટમેન્ટ માટે લોકો ઘણા પ્રયાસ કરતા પરંતુ ઘણીવાર લોકોએ નિરાશ થવાનો વારો આવતો.

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

18 થી 44 વર્ષના લોકો માટે હવે અપોઈનમેન્ટની જરૂર ના હોવાની જાહેરાત કરી
આ સમસ્યાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 થી 44 વર્ષના લોકો માટે હવે અપોઈનમેન્ટની જરૂર ના હોવાની જાહેરાત કરી છે. જેનો આજથી જ પ્રારંભ થઈ ચૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, 18 થી 44 વર્ષના લોકોએ વેક્સિન લગાવવા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ નહીં લેવી પડે, જોકે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. જો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય સેન્ટર પર પહેલા તમારું રજીસ્ટ્રેશન કરાશે અને પછી તમને વેક્સિન આપવામા આવશે. મંત્રાલયે જણાવ્યું કે, ઓનલાઈન અપોઈન્ટમેન્ટ દરમિયાન ઘણા સ્થળોએ વેક્સિન બરબાદ થતી હોવાની માહિતી મળી હતી, જેથી એપોઈન્ટમેન્ટ સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લેવાયો.
READ ALSO
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો