મોદી સરકારને ઝાટકો, લક્ષ્યથી ઓછુ થશે ટેક્સ કલેક્શન

modi

ટેક્સ કલેક્શન માટે મોદી સરકારના પ્રયાસોને મોટો ઝાટકો લાગી શકે છે. ખરેખર, નાણાં સચિવ એસ સી ગર્ગે આ સ્વીકાર કર્યો છે કે સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં પરોક્ષ ટેક્સ ક્લેક્શનનું લક્ષ્ય શક્ય પ્રાપ્ત કરી શકશે નહીં. જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના લક્ષ્યને સમય મુજબ પ્રાપ્ત કરી લેશે. ગર્ગે એક કાર્યક્રમમાં કહ્યું, “ડાયરેક્ટ ટેક્સના મોરચા પર અમે ખૂબ જ આશાવાદી છીએ. જોકે, પરોક્ષ ટેક્સ ક્લેક્શન લક્ષ્યથી ઓછું રહેશે.”જોકે, તેમણે એવુ જણાવ્યું નથી કે ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન લક્ષ્યથી કેટલુ ઓછું રહેશે.

આ સાથે ગર્ગે વધુમાં કહ્યું કે આ પરીસ્થિતિઓ છતાં નાણાંકીય વર્ષ 2018-19 માટે રાખવામાં આવેલ રાજકોષીય ખાધ સંશોધિત 3.4 ટકાના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. તેમણે કહ્યું, “અમે તેની ભરપાઈ બચતથી કરી લઈશું. એવામાં 3.4 ટકાનુ રાજકોષીય નુકસાન લક્ષ્યથી સુરક્ષિત છે.” સરકારે વચગાળાના બજેટમાં રાજકોષીય નુકસાનનું લક્ષ્ય 3.4 ટકા રહેવાનું સંશોધિત લક્ષ્ય રાખ્યું છે, જે ગત બજેટમાં રાખવામાં આવેલા લક્ષ્યની તુલનામાં 0.1 ટકા વધુ છે.\

પરોક્ષ ટેક્સ કલેક્શનનું મુખ્ય આધાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) છે. પરંતુ આ નાણાંકીય વર્ષમાં જીએસટી અત્યાર સુધી સરેરાશ 95,000 કરોડ રૂપિયા માસિક રહ્યું છે. તો વર્ષના ફક્ત 3 મહિનામાં જીએસટી કલેક્શન લક્ષ્ય મુજબ 1 લાખ કરોડ રૂપિયાના પાર કરી ગયો. જીએસટી કલેક્શનમાં ઘટાડાનું મુખ્ય કારણ સ્લેબમાં ઘણી વખત કટોતી અને ડિસ્કાઉન્ટ સીમા વધારવાની છે.

જીએસટી હેઠળ રેવન્યૂ કલેક્શનની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ગયા વર્ષની સરખામણીએ 13 ટકા વધીને 97,247 કરોડ રૂપિયા થયા છે. ફેબ્રુઆરી, 2018માં જીએસટી મહેસૂલ સંગ્રહ 85,962 કરોડ રૂપિયા હતાં. આ અગાઉ જાન્યુઆરી 2019માં જીએસટી કલેક્શન 1,02,503 કરોડ રૂપિયા રહ્યું. તો સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન પ્રત્યક્ષ ટેક્સના 12 લાખ કરોડ રૂપિયાનુ રહેવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. આ અગાઉ તેના 11.50 લાખ કરોડ રૂપિયા રહેવાનું બજેટ અનુમાન રાખવામાં આવ્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter