GSTV

લોકડાઉન 4.0: મોદી સરકારનો 20 લાખ કરોડનો માસ્ટર સ્ટ્રોક, આત્મનિર્ભર ભારત આગામી લક્ષ્ય

Last Updated on May 13, 2020 by pratik shah

PM નરેન્દ્ર મોદીએ કોરોનાની જીવલેણ મહામારી વચ્ચે લોકડાઉન 4.0ની જાહેરાત કરી છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમે જણાવ્યું કે લોકડાઉન 4.0 માટે પણ સંપૂર્ણ તૈયારી રાખવી પડશે. જોકે હવે લોકડાઉન જેટલા દિવસો સુધી લંબાવવામાં આવશે તે અગાઉના લોકડાઉન કરતા તદ્દન અલગ હશે. મોદીની જાહેરાત બાદ સ્પષ્ટ છે કે દેશવાસીઓને આગામી 17મી તારીખે લોકડાઉનથી સંપૂર્ણપણે મુક્તી નહીં મળે અને તેને લંબાવવામાં આવશે જોકે તેની સંપૂર્ણ વિગતો 18મી તારીખ પહેલા આપી દેવામાં આવશે તેમ મોદીએ કહ્યું હતું. આ સાથે જ આર્થિક સંકટને પહોંચી વળવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિવિધ રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી, જેની વિગતો બુધવારે નાણા પ્રધાન નિર્ણલા સિતારામન આપશે.

વડા પ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક જાહેરાતો અગાઉ કરી હતી તેને અને આજે જે જાહેરાત કરવામાં આવશે તેને જોડી દઇએ તો આ રકમ ૨૦ લાખ કરોડ પર પહોંચી જાય છે.

૨૦૨૦માં આત્મનિર્ભર ભારતને એક નવી ઉંચાઇ પર લઇ જવામાં મદદ કરશે

૨૦ લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ ૨૦૨૦માં આત્મનિર્ભર ભારતને એક નવી ઉંચાઇ પર લઇ જવામાં મદદ કરશે. લેંડ, લેબર, લિક્વિડિટી પર આ પેકેજમાં ધ્યાન અપાયું છે. દેશના શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ,ઉધ્યોગજગત એમ દરેક ક્ષેત્ર માટે આ ૨૦ લાખ કરોડ ફાળવવામા આવ્યા છે. જેની વિસ્તૃત જાણકારી નાણા પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા તબક્કાવાર બુધવારે આપવામાં આવશે. મોદીએ એવા સંકેતો આપ્યા હતા કે મધ્યમ વર્ગને ટેક્સમાં છુટ આપવામાં આવી શકે છે. સાથે જ કૃષી, ઉધ્યોગો, નાના વ્યાપાર દરેકને પાટા પર લાવવામા મદદ કરશે આ પેકેજ તેમ મોદીએ જણાવ્યું હતું.

2 લાખ PPE કીટ અને 2 લાખ N-95 માસ્ક બને છે

પીએમ મોદીએ કહ્યું હતું કે આ સંકટ એટલુ મોટુ છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ હચમચી ગઇ પણ આ પરિસ્થિતિમાં આપણા દેશના ગરીબ ભાઇઓ બહેનો ખાસ કરીને ફેરીયા, શ્રમિક, ખેડૂતો વગેરેએ બહુ મોટો ત્યાગ આપ્યો છે હવે તેઓને તાકતવર બનાવવામાં આપણે મદદ કરવાની છે. દરેક ક્ષેત્રોને આ રાહત પેકેજમાં આવરી લેવામાં આવશે. સમયે આપણે શિખવ્યું છે કે આપણને આ સંકટમાં લોકલ જ મદદરુપ થયું છે, લોકલને આપણે જીવન મંત્ર બનાવવાનો છે. આજથી દરેક ભારતવાસીએ પોતાના લોકલ માટે કામ કરવાનું છે. લોકલે જ આપણી માગણીઓ પુરી કરી છે. લોકલ માટે દેશએ વોકલ બનવાનંુ છે. મોદીએ સાથે જાહેરાત કરી હતી કે લોકડાઉનનો ચોથો તબક્કો પણ હશે, ૧૮મી તારીખ પહેલા લોકડાઉન ૪ની જાહેરાત કરવામાં આવશે. જોકે આ લોકડાઉન કેવા પ્રકારનું હશે તેની કોઇ સ્પષ્ટતા મોદીએ નહોતી કરી પણ તેમણે લોકડાઉન હજુ પણ જારી રહેશે તેની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી જે પ્રકારનું લોકડાઉન રહ્યું તેના કરતા આ ચોથુ લોકડાઉન અલગ પ્રકારનું હશે અને રાજ્યોને નિર્ણયો લેવાની વધુ છુટ આપવામાં આવી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકો કોરોનામાં માર્યા ગયા તેમના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. દેશ અને વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી અંગે મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક વાઇરસે દુનિયાને તહેસ નહેસ કરી નાખી છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના પરિવારના સ્વજનોને ગુમાવ્યા છે. આ સંકટની સ્થિતિમાં આપણે આપણા સંકલ્પને મજબુત કરવાનો સમય છે. દુનિયામાં જિંદગી બચાવવા માટે જંગ ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે એક જ રસ્તો છે અને તે છે આત્મનિર્ભર ભારત બનાવવાનો. ભારતમાં કોરોનાની મહામારી સામે પહોંચી વળવા માટે એન-૯૫ માસ્ક અને પીપીઇ કિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આપણે આપત્તીને અવસરમાં બદલી શકીએ છીએ. જ્યારે આ વાઇરસ ભારતમાં આવ્યો ત્યારે માસ્ક અને પીપીઇ કિટનું ઉત્પાદન ભારતમાં શૂન્ય બરાબર હતું. આજે દરરોજ બે લાખ પીપીઇ કિટ અને માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ભારત વિશ્વમાં દવાઓની નિકાસ કરે છે તેના વખાણ મોદીએ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે દુનિયાને વિશ્વાસ થઇ ગયો છે કે ભારત માનવ જાતિના કલ્યાણ માટે ઘણુ બધુ કરી શકે તેમ છે. અને આવુ શક્ય બની રહ્યું છે ભારતના ૧૩૦ કરોડ લોકોનો આત્મનિર્ભરનો સંકલ્પ. મોદીએ કચ્છના ભૂકંપને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે મે એ ભૂકંપ અને તે બાદની હાલાકી મારી આંખો સામે મે જોઇ છે. જોકે જોતજોતામાં કચ્છ ઉભુ થઇ ગયું, આ જ આપણી શક્તિ છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો કોઇ પણ રસ્તો અશક્ય નથી. ભારતે હવે આત્મનિર્ભર બનવાનો સમય આવી ગયો છે અને તે પાંચ પિલર પર ઉભો છે. પહેલો પિલર છે ઇકોનોમી, બીજો પિલર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજો પિલર છે આપણી સિસ્ટમ, ચોથો પિલર આપણી ડેમોગ્રાફી છે જ્યારે પાચમો પિલ્લર છે આપણુ દિમાગ. આ પાંચેય પિલરનો ઉપયોગ કરીને આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

ભારતમાં રોજ બે લાખ પીપીઇ કિટનું ઉત્પાદન થાય છે : મોદી

ભૂકંપ બાદ કચ્છ ઉભુ થયું તેમ દેશ ઉભો થશે : વડા પ્રધાન

ભારત વિશ્વમાં દવાઓની નિકાસ કરે છે તેના વખાણ મોદીએ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે દુનિયાને વિશ્વાસ થઇ ગયો છે કે ભારત માનવ જાતિના કલ્યાણ માટે ઘણુ બધુ કરી શકે તેમ છે. અને આવુ શક્ય બની રહ્યું છે ભારતના ૧૩૦ કરોડ લોકોનો આત્મનિર્ભરનો સંકલ્પ. મોદીએ કચ્છના ભૂકંપને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે મે એ ભૂકંપ અને તે બાદની હાલાકી મારી આંખો સામે મે જોઇ છે. જોકે જોતજોતામાં કચ્છ ઉભુ થઇ ગયું, આ જ આપણી શક્તિ છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો કોઇ પણ રસ્તો અશક્ય નથી. ભારતે હવે આત્મનિર્ભર બનવાનો સમય આવી ગયો છે અને તે પાંચ પિલર પર ઉભો છે. પહેલો પિલર છે ઇકોનોમી, બીજો પિલર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજો પિલર છે આપણી સિસ્ટમ, ચોથો પિલર આપણી ડેમોગ્રાફી છે જ્યારે પાચમો પિલ્લર છે આપણુ દિમાગ. આ પાંચેય પિલરનો ઉપયોગ કરીને આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

READ ALSO

Related posts

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!