GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

મોદી સરકારની વધી મુશ્કેલી, કોરોનાના કહેરની અસર 2021 સુધી રહેશે

કોરોના વાયરસના લીધે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે જેની સીધી અસર આર્થિક વિકાસદર ઉપર પડશે. અગ્રણી વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ સોલ્યુશને આજે સોમવારે ભારતના આગામી નાણાંકીય વર્ષ 2020-21ના આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડીને 4.6 ટકા કરી દીધો છે. કોરોના વાયરસની મહામારીને પગલે ખાનગી વપરાશ અને મૂડીરોકાણમાં ઘટાડો થવાને લીધે રેટિંગ એજન્સીએ આ નિર્ણય લીધો છે. કોરોના વાયરસની મહામારીની અસર દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા ઉપર થઇ રહી છે.

કોરોના વાયરસના લીધે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

ફિચે મંગળવારે સમાપ્ત થનાર ભારતના ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં આર્થિક વિકાસદર 4.9 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન ઇન્ડિયા રેટિંગ્સે પણ આગામી નાણાંકીય વર્ષની માટે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 3.6 ટકા કર્યો છે. ફિચ સોલ્યુશન્સે કહ્યું કે, નાણાં વર્ષ 2020-21ની માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોથ રેટ 4.6 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે આ પહેલા વિકાસદર 5.4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. અમે વર્ષ 2019-20માં 4.9 આર્થિક વૃદ્ધિના અંદાજ મારફતે જે નરમાઇની વાત કહી હતી તે હવે દેખાઇ રહી છે. ફિચે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે ગત સપ્તાહે જાહેર કરેલ 1.70 લાખ કરોડના રાહત પેકેજ બાદ પણ આગામી મહિનામાં ખાનગી વપરાશના દરને અસર થવાની આશંકા છે. એજન્સીના મતે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડવા પાછળનું કારણ ખાનગી વપરાશ અને મૂડીરોકાણમાં ઘટાડો છે.

ફિચે મંગળવારે ભારતના ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં આર્થિક વિકાસદર 4.9 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો

અલબત ચોખ્ખી રીતે નિકાસ યોગદાન વધારે હોવાથી અને ઉચ્ચ સરકારી વપરાશથી કોરોના વાયરસન અર્થવ્યવસ્થા પર થનાર અસરને ઓછી કરવામાં મદદ મળવી જોઇએ.વધુમાં ઉમેર્યું કે, ભારતમાં કોરોના વાયરસની મહામારીના સંક્રમણને જોતા વિકાસદરનો અંદાજ વધુ નીચે આવવાનું જોખમ છે. એવી આશંકા છે કે કોરોના વાયરસના જે કેસો સામે આવ્યા છે તે અપેક્ષા કરતા ઓચા છે અને હાલ તો શરૂઆત જ છે. ફિચે કહ્યું કે, નબળી આરોગ્ય વ્યવસ્થાની સાથે પહેલાંથી જ દબાણ સહન કરી રહેલી આરોગ્ય સેવા ભારતનના સંક્રમણને રોકવાની ક્ષમતાને પ્રભાવિત કરશે.

સ્ટાન્ડર્ડ અને પૂઅર્સે વર્ષ 2020-21ની માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકાથી ઘટાડીને 5.2 ટકા કર્યો

આ તમામની અર્થતંત્ર પર ખાસ કરીને 2020-21ના બીજા છ માસિકગાળામાં વ્યાપક નકારાત્મક અસર પડવાની આશંકા છે. આની પહેલા જ સ્ટાન્ડર્ડ અને પૂઅર્સે વર્ષ 2020-21ની માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકાથી ઘટાડીને 5.2 ટકા કર્યો હતો. આ દરમિયાન અન્ય એક રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સે પણ કોરોના વાયરસની મહામારીને લઇને વધેલી ચિંતાથી નાણાં વર્ષ 2020-21ની માટે આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડીને 3.6 ટકા કર્યો છે. રિપોર્ટમાં એજન્સીએ કહ્યું કે, જૂન ક્વાર્ટરમાં વિકાસદર 2.3 ટકા રહેવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે ચાલુ માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.7 ટકા રહી શકે છે.

READ ALSO

Related posts

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari

અંડર-19 ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અક્ષદિપની ફોર્ડ કારનો અકસ્માત, ક્રિકેટરનો આબાદ બચાવ

Ankita Trada

ઇંગ્લેન્ડ માટે 60 બોલમાં સદી ફટકારનાર આ ખેલાડીને પ્રેક્ટિસથી રાખ્યો દૂર, વિશ્વ કપ જીતનાર આ દિગ્ગજ પણ બાકાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!