GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આજથી મોદી સરકાર વેચશે સસ્તુ સોનું, US-ઈરાન ટેન્શનને કારણે વધ્યા હતા ભાવ

થોડા સમયથી અમેરિકા અને ઈરાનની વચ્ચે ટેન્શનનો માહોલ છે. આ ટેન્શનની અસર ભારતમાં પણ જોવા મળી છે. આ પરિસ્થિતીને કારણે શેરબજાર અને રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. તો સોનાની કિંમતોમાં પણ વધારો થયો છે. આ ટેન્શન દરમ્યાન સોનાની કિંમત 10 ગ્રામદીઠ 41 હજારનાં રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ હતી.

જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં ઈરાન પ્રત્યેનાં નરમ વલણ બાદ સોનાની ચમક થોડી ફીકી પડી છે. પરંતુ હજી પણ તે 10 ગ્રામદીઠ 40 હજાર રૂપિયાને પાર છે. આ પરિસ્થિતીની વચ્ચે 13 જાન્યુઆરીથી મોદી સરકાર સામાન્ય લોકોને સસ્તુ સોનું ખરીદવાની તક આપી રહી છે.

વાસ્તવમાં, કેન્દ્રની મોદી સરકારની “સોવરિન ગોલ્ડ બોન્ડ” યોજના અંતર્ગત ફરી એકવાર સસ્તી સોનું ખરીદી શકાય છે. બોન્ડ દ્વારા રોકાણ કરાયેલી આ યોજના અંતર્ગત 13 થી 17 જાન્યુઆરી, 2020 ની વચ્ચે ખરીદી કરી શકાય છે.

આ ગોલ્ડ બોન્ડની કિંમત ગ્રામદીઠ 4,016 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ, જો તમે આ બોન્ડ માટે ઓનલાઇન અરજી કરો છો અને ચૂકવણી કરો છો, તો તમને ગ્રામદીઠ 50 રૂપિયાની છૂટ મળશે. આનો અર્થ એ કે રોકાણકારો 10 ગ્રામ દીઠ 500 રૂપિયાની બચત કરી શકશે.

આ ડિસ્કાઉન્ટ બાદ ગોલ્ડ બોન્ડની કિંમત ગ્રામદીઠ 3,966 રૂપિયા થશે. એટલે કે, જો તમે ઓનલાઈન 10 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદો છો, તો તમારે 39,660 રૂપિયા ચૂકવવા પડશે.

હાલમાં દિલ્હી બુલીયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 40,554 રૂપિયા છે. આ અર્થમાં, રોકાણકારોને 10 ગ્રામ દીઠ 894 રૂપિયાની બચત થશે.

આ યોજના શું છે

સોનાની ફિઝીકલ માંગ ઘટાડવા માટે, 2015 માં, મોદી સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી હતી. યોજનાઓની આ સિરીઝ હેઠળ લોકોને સમય સમય પર સોનાના બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે.

આ ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં જતા રેટ કરતા ઓછી છે. તેની કિંમત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત, કોઈપણ વ્યક્તિ નાણાકીય વર્ષમાં મહત્તમ 500 ગ્રામના સોનાના બોન્ડ ખરીદી શકે છે. તો સાથે જ, આ બોન્ડમાં ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામનું પણ થઈ શકે છે.

આ સિવાય ટેક્સમાં પણ છૂટ મળે છે. આ સોનાનું વેચાણ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઉપરાંત બેન્કો, પોસ્ટ ઓફિસ, એનએસઈ અને બીએસઈ દ્વારા કરવામાં આવે છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!