GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

લદ્દાખના ગલવાન પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો. ત્યારે આ મામલે મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત થઈ છે. જેમાં ચીનની સેનાએ પીછેહટ કરી છે. ત્યારે ભારતે પણ પોતાની સેનાને પીછેહટ કરી છે. એક રિપોર્ટ મુજબ ચીનની સેના 2 કિલોમીટર અને ભારતીય સેનાએ પોતાની જગ્યાએથી 1 કિલોમીટર પાછળ હટાવી છે. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સપ્તાહથી બંને દેશની સેના એક બીજા સામે અડગ હતી. જેને પગલે બંને દેશ વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો હતો. અહીંનો પેંગોંગ વિસ્તાર સૌથી વધુ વિવાદિત છે.

ચીનની સેનાએ પીછેહટ કરી છે

6 જૂન બંને દેશ વચ્ચે બેઠક થવાની છે જેમાં પેંગોગ પર જ વધુ ફોકસ રહેશે તેવી શક્યતા છે. ચીનની સેના ફિંગર ફોર વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડેરો જમાવીને બેઠી હતી. આ વિસ્તાર ભારતના નિયંત્રણમાં આવે છે. 6 જૂને મળનારી મીટિંગમાં બંને દેશની સેનાના લેફટનન્ટ જર્નલ રેન્કના અધિકારીઓ ભાગ લેશે. આ બેઠક ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ઘણી જ મહત્વપૂર્ણ છે. આ મીટિંગને ભારત તરફથી લેહ સ્થિત 14 કોર્પ કમાન્ડરનું ડેલિગેશન લીડ કરશે.

મોદી

ચીને એકસાથે અનેક મોરચે દુશ્મનો ઊભા કર્યા છે અને જોવાની વાત એ છે કે, દરેક મોરચે એનું વલણ આક્રમક છે. કોરોનાવાયરસને લઈને ટ્રમ્પ સહિત દુનિયાના વિવિધ નેતાઓના ચીનનો વિરોધ હોય, અમેરિકા સાથે સાઉથ ચાઇના સીમાં ઘર્ષણની વાત હોય, ભારત સાથે લડાખ સરહદને લઈને ઘર્ષણ હોય. આ તમામ બાબતોમાં ચીન કોઈને ગાંઠતું અને વધુને વધુ આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે. આ તમામની સાથે ચીને હવે ઇસ્ટ ચાઇના સીમાં જાપાન સામે પણ મોરચો માંડી દીધો છે. છેલ્લાં થોડા સમયથી ચીનનું કોસ્ટ કાર્ડ જાપાનના સેન્કાકૂ ટાપુની આસપાસ સક્રિય થયું છે. ચીને આ ટાપુ પર પણ પોતાનો દાવો કર્યો છે.

જે 370 એમએમના રોકેટ ફાયર કરવા માટે સક્ષમ

અખબારે ચીનના એક સંરક્ષણ નિષ્ણાતના હવાલાથી લખ્યું છે કે, ચીને પોતાના હથિયારોમાં ટાઈપ 15 ટેન્ક, ઝેડ 20 હેલિકોપ્ટર, જીજે 2 પ્રકારના ડ્રોન સામેલ કર્યા છે. જે ખાસ પહાડો પર યુધ્ધ લડવા માટે છે. ટાઈપ 15 પ્રકારની ટેન્ક તો સેનામાં ગયા વર્ષે જ સામેલ કરાઈ છે. હળવા વજનની આ ટેન્ક પહાડી વિસ્તારોમાં આસાનીથી મૂવમેન્ટ કરી શકે છે.

મલ્ટીપલ રોકેટ લોન્ચર ગોઠવ્યા

આ વિશ્લેષકે કહ્યું છે કે, ચીને 25 ટનની પીસીએલ 181 પ્રકારની તોપો પણ તૈનાત કરી છે. વજન ઓછું હોવાથી તોપને ક્યાંય પણ ખસેડવી આસાન છે. તે પહાડોમાં ઘાતક હુમલો કરવા માટે સક્ષમ છે. ચીની સેનાએ તિબેટમાં પણ ભારતીય સેનાને અડીને મલ્ટીપલ રોકેટ લોન્ચર ગોઠવ્યા છે. જે 370 એમએમના રોકેટ ફાયર કરવા માટે સક્ષમ છે. અખબારના કહેવા પ્રમાણે ઝેડ-20 માલવાહક હેલિકોપ્ટરો સપ્લાય પહોંચાડવા માટે તૈનાત કરાયા છે. નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન પણ તિબેટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે.

જાપાનની બોટને જ ગેરકાયદેસર ગણાવી


ગયા મહિને 8 મેના રોજ જાપાનની એક ફિશિંગ બોટનો પીછો ચીનનાં કોસ્ટ ગાર્ડે કર્યો હતો. પછી જાપાનના કોસ્ટ ગાર્ડે એને ચેતવણી આપી. બંને બોટ આમનેસામને આવી ગઈ, પણ ચીનનું કોસ્ટ ગાર્ડ હટ્યું નથી અને 10 મે સુધી ફિશિંગ બોટની પાસે જ રહ્યું. જાપાન સરકારે ફરિયાદ કરી તો ચીને એના વિસ્તારમાં જાપાનની બોટ આવી ગઈ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં આ વિસ્તારમાં જાપાનના કોસ્ટ ગાર્ડને ન મોકલવાની ધમકી આપી હતી.

ચીને માછીમારી પર પ્રતિબંધ મૂક્યો

ચીન દર વર્ષે મેથી ઓગસ્ટ વચ્ચે ઇસ્ટ-સાઉથ ચાઈના સી અને યેલો સીમાં માછીમારી પર પ્રતિબંધ મૂકે છે. અગાઉ ચીનનું કોસ્ટ ગાર્ડ ચીનની ફિશિંગ બોટને જ રોકતી હ તી, પણ આ વર્ષે એણે જાપાન સહિત વિદેશી બોટોને પણ માછીમારી કરતા અટકાવી દીધી છે.

જાપાને જહાજ, વિમાન ગોઠવ્યાં


ચાઇના કોસ્ટ ગાર્ડની હિલચાલ કોરોનાવાયરસ ફેલાયો એ અગાઉ જ સેન્કાકૂમાં વધી ગઈ હતી. અગાઉ તેઓ ખરાબ હવામાનને કારણે આ ટાપુ પર રોકાતા હતા, પણ હવે આ ટાપુ પર જ રહે છે. ચીને આ ટાપુ પર એનો દાવો કરતા જાપાન સતર્ક થઈ ગયું છે અને જવાબમાં જાપાને પેટ્રોલ શિપ અને વિમાન વધારી દીધા છે. તેઓ ચીનની ફિશિંગ બોટ પર પણ નજર રાખી રહ્યાં છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!