GSTV
Gujarat Government Advertisement

ભાજપના ધારાસભ્ય આ શું બોલ્યા ? ‘મોદીનો એક વખત ઈશારો મળે તો સફાયો કરી નાખીએ’

Last Updated on December 25, 2019 by

આ મનમોહનસિંહ,

ગાંધી કે નેહરૂનું ભારત નથી,

મોદી અને શાહનું હિન્દુસ્તાન છે.

જો નરેન્દ્ર મોદીનો ઈશારો મળી જાય તો એક કલાકમાં સફાયો કરી દેવામાં આવે.

આ શબ્દો છે કૈથલના ધારાસભ્ય લીલારામ ગુર્જરનું. જેમણે નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરતા લોકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવીના માધ્યમથી અમુક વિરોધીઓને ધમકી આપી છે. તેમણે સીએએનું સમર્થન કરતા કહ્યું કે, આમાં કોઈનો કોઈ વિરોધ નથી.

મુસ્લિમ ભાઈઓ વિચારે છે કે અમને દેશની બહાર કાઢવાનું ષડયંત્ર છે, પરંતુ આ બિલ અને કાયદામાં એવું કંઈ નથી. તેમણે કહ્યું કે, આ બિલ અન્ય દેશોથી ખોટી રીતે આપણા દેશમાં ઘૂસતા લોકો માટે છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારણા કાયદાના પક્ષમાં રાષ્ટ્રીય સદ્ભવના મંચ કૈથલ દ્વારા પેહોવા ચોક પર જાગૃતતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. જાગૃતતા સભાને કૈથલના ધારાસભ્ય લીલા રામ, ભાજપ જિલ્લા અધ્યક્ષ અશોક ગુજ્જર અને હિન્દુ વિશ્વ પરિષદેના જિલ્લા પ્રો પીસી મિત્તલે સંબોધિત કરી. આ સિવાય સભામાં ભાજપ કાર્યકર્તાએ નારા બોલાવી પેહોવાથી લઘુ સચિવાલય સુધી પગપાળા માર્ચ પણ કરી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

SIP: આ સ્કીમમાં કરો 4500 રૂપિયાનું રોકાણ, બદલામાં મળશે 1 કરોડથી પણ વધુ, જાણો કેવી રીતે?

Vishvesh Dave

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!