GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સરકારની ધૂળ કાઢતાં આ અર્થશાસ્ત્રી સાથે આખરે મોદીએ કરી મુલાકાત, જાતે જ કર્યો ખુલાસો

વર્ષ 2019નું અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ મેળવનારા ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જે દરમ્યાન પીએમ મોદીએ અભિજીત બેનર્જીને નોબલ પ્રાઇઝ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેમની કામગીરીના વખાણ પણ કર્યા.

ઉપલબ્ધિ પર સમગ્ર ભારતને ગર્વ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અભિજીત બેનર્જીની ઉપલબ્ધિ પર સમગ્ર ભારતને ગર્વ છે. તેમની સાથેની મુલાકાત ઘણી જ શાનદાર રહી. માનવ સશક્તિકરણ પ્રત્યે તેમનું ઝૂનુન જોવા મળે છે. અમારી વચ્ચે વિભિન્ન મુદ્દાઓ પર સ્વસ્થ અને ગંભીર ચર્ચા થઇ. બીજી તરફ અભિજીત બેનર્જીએ પણ પીએમ મોદી દ્વારા ગુડ ગવર્નન્સ માટે લેવાયેલા પગલાની સરાહના કરી.

આ શોધ બદલ નોબલ

તાજેતરમાં જ અભિજીત બેનર્જીને વૈશ્વિક ગરીબી ખત્મ કરવાના પ્રયોગ પર શોધ કરવા બદલ અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી. અભિજીત બેનર્જી સાથે તેમના પત્ની એસ્લે ડુફ્લો તેમજ માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ એનાયત કરાશે.

Read Also

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલો, માનવ અધિકાર પંચમાં પહોંચ્યો કેસ

Harshad Patel

1800 લોકોના મોત: દુનિયા પર મંડરાઈ રહ્યો છે કોરોનાથી પણ વધુ ખતરનાક બિમારીનું જોખમ, ચીને આપી ચેતવણી

Pravin Makwana

મોદી સરકારે આ ત્રણ ડેડલાઈનમાં કર્યો વધારો, કરોડો લોકોને નવેમ્બર સુધી મળશે રાહત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!