GSTV
Home » News » કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું કે ચૂંટણી હારશે તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવે તેવો લાગ્યો મોદીને ડર

કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું કે ચૂંટણી હારશે તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવે તેવો લાગ્યો મોદીને ડર

લોકસભા ચૂંટણી માટે સજ્જ થવા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ રહી છે.. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ રાજીવ સાતવ ભાગ લઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકે તેવા સક્ષમ ઉમેદવારોની ચર્ચા કરવા ઉપરાંત પક્ષમાં આંતરીક જૂથબંધીનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાશે. સાથે જ ધારાસભ્યો અને નેતાઓને અંદરોઅંદરના મતભેદ ભૂલી એક થઈ ચૂંટણી લડવા હાંકલ કરાશે.. પ્રદેશ કોંગ્રેસની કારોબારીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે હાજરી આપી છે. મીડિયા સાથે વાતચીત કરતાં અહેમદ પટેલે સીધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નીશાન સાધ્યું. તેમણે કહ્યું કે ગઠબંધનને કારણે વડાપ્રધાન ડરી ગયા છે. ચૂંટણી હારી જશે તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવે તેવો ડર પેસી ગયો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ઘણા સમીકરણો બદલાઈ શકે છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ આજે કોંગ્રેસમાં જોડાશે. તેઓ આજે બપોરે 3.30 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચી કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. બિમલ શાહ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડશે. મહત્વનું છે કે બિમલ શાહ કપડવંજ વિધાનસભાની બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ત્યારે હવે તેમણે ભગવો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. બિમલ શાહ પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનું પત્તુ કપાયું હતું. ભાજપે ટિકિટ ન ફાળવતાં તેમનો અસંતોષ ખુલીને સામે આવ્યો હતો. અને ત્યારે તેમણે ભાજપ છોડી કપડવંજમાંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કપડવંજ બેઠક એવી છે કે જ્યાં શંકરસિંહ વાઘેલા ચૂંટાયા હતા. તેમને જીતાડવામાં બિમલ શાહનો રોલ મહત્વનો રહ્યો હતો. છ અપક્ષ ઉમેદવારોએ બિમલ શાહને ટેકો જાહેર કરી તેમને જીતાડવાના કામમાં લાગ્યા હતા.

Related posts

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi

આતંકવાદીઓનો ખાતમો કરનાર આ ગુજ્જુ આદિવાસી સૈનિકનું સન્માન જ દેશભક્તિ જોવા પૂરતુ છે

Alpesh karena