GSTV

ટ્રમ્પ પહોંચી જતાં અમેરિકાએ રંગ દેખાડ્યો, દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા કરે મોદી સરકાર

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા પર અમેરિકન કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમિશને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કમેન્ટ કરી છે.

ભારત ધાર્મિક સ્વતંત્રતાના મામલાઓ પર નજર રાખે

કમિશને ટ્વીટ કરીને કહ્યુ છે કે, દિલ્હીમાં મુસ્લિમો પર ખતરનાક ભીડના હુમલાની રિપર્ટોથી કમિશન ખૂબ જ ચિંતિત છે અને તે મોદી સરકારને અપીલ કરે છે કે, ભીડ પર કાબુ મેળવે જેથી નિશાન બનાવવામાં આવેલ ધાર્મિક અલ્પસંખ્યક અને અન્યની સુરક્ષા સુનિશ્વિત થાય. USCIRF એક સ્વતંત્ર સંસ્થા છે, જેની સ્થાપના અમેરિકાના ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ (IRFA) હેઠળ 1998માં કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાના મામલાઓ પર નજર રાખે છે.

મોતના આકડા 22 સુધી પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે, સોમવારે દિલ્હીમાં શરૂ થયેલી હિંસાના કારણે બુધવાર બપોર સુધી લોકોની મોતના આંકડાઓ 22 સુધી પહોંચી ગયા છે. આ મામલા પર બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી અને પોલીસને જરૂરી કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યુ હતુ. સાથે જ અમેરિકાના ઘણા સાંસદોએ પણ દિલ્હીની હિંસા પર વિરોધ દર્શાવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીની અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલ, સાંસદ એલન લૉવેંથલ, ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ક્રૈંડિજેટ અને સીનેટર એલિજાબેથ વોરેટ અને સાંસદ રશિતા તાલિબ હિંસા પર વિરોધ દર્શાવવામાં સામેલ છે.

અમેરિકી સાંસદોએ આપ્યા આ નિવેદન

  • અમેરિકી સાંસદ રશિતા તાલિબે કહ્યુ છે કે, આ અઠવાડીયામાં ટ્રંપે ભારતનો પ્રવાસ કર્યો છે, પરંતુ અસલ કહાની એ છે કે, દિલ્હીમાં આ સમયે મુસ્લિમો વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસા થઈ રહી છે. અમે ચુપ નહી રહી શકીએ, કારણ કે, દેશભરમાં હિંસા થઈ રહી છે.
  • અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે કહ્યુ છે કે, ભારતમાં ધાર્મિક અસિષ્ણુતાના ખતરનાક રૂપને વધવુ ખૂબ જ ખૌફનાક છે. લોકતંત્રને વેંચવુ અને ભેદભાવ કરવુ તે સહન કરવુ જોઈએ નહી અને ન તો ધાર્મિક સ્વતંત્રતાને ઓછી કરનાર કાનૂનને પ્રોત્સાહન આપવું જોઈએ.
  • અમેરિકન સાંસદ એલન લૉવેંથલે પણ હિંસા પર કહ્યુ છે કે, ‘નૈતિક નેતૃત્વની દુઃખદ અસફળતા’, તેમણે કહ્યુ છે કે, ભારતમાં માનવધિકાર ખતરાની વિરુદ્ધ આપણે જરૂર બોલવું જોઈએ.

અભિવ્યક્તિની આઝાદી

ડમોક્રેટિક પ્રેસિડેન્શિયલ કૈન્ડિડેટ અને સીનેટર એલિઝાબેથ વેરેને કહ્યુ કે, ભારત જેવા લોકતાંત્રિક પાર્ટનર્સની સાથે સંબંધ મજબૂત કરવો જરૂરી છે, પરંતુ આપણે પોતાના મૂલ્યો, ધાર્મિક આઝાદી અને અભિવ્યક્તિની આઝાદીને લઈને પણ સાચુ બોલવુ જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનકારિયોની વિરુદ્દ હિંસા ક્યારેય પણ સ્વીકાર્ય નથી.

વડાપ્રધાને ટ્વીટ કરી શાંતિ અને ભાઈચારાની અપીલ

તો બીજી તરફ હિંસા ભડક્યાના ચાર દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ છે કે, મોદીએ કહ્યુ શાંતિ બહાલીની કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસ અને એજન્સીઓ તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું દિલ્હીના મારે બહેન અને ભાઈઓને શાંતિ અને ભાઈચારો રાખવાની અપીલ કરુ છું.

READ ALSO

Related posts

3300 નહીં 44,000 હજારો લોકોનાં ચીનમાં થયાં છે મોત, સરકાર આંકડા છુપાવતી હોવાનો આ લોકોનો દાવો

pratik shah

CORONAના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : દેશમાં ગુજરાતનો રેકોર્ડ ખરાબ, 6નાં મોત, 1 રિકવર અને 69 કેસ

Karan

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!