GSTV

ઘરનું ઘર : મોદી સરકારનું સપનું પણ ગુજરાતમાં આટલા લોકો પાસે નથી ઘર, દેશમાં બીજા નંબરે રાજ્ય

બે ટંકનું ભોજન-વસ્ત્ર અને મકાન દરેક વ્યક્તિ માટે પાયાની જરૃરિયાત છે. પરંતુ ગુજરાતના શહેરોમાંથી ૩૫,૨૯૩ લોકો એવા છે જેમની પાસે રહેવા માટે ઘર જ નથી અને ‘ઉપર આભ નીચે ધરતી’ જ તેમના માટે આશ્રયસ્થાન છે. ઉલ્લેખનીય છે કે કયા રાજ્યના શહેરોમાં લોકોના માથે છાપરાની પણ વ્યવસ્થા નથી તેના અંગે થર્ડ પાર્ટી સર્વે હાથ ધરાયો હતો. અત્યારસુધી ૨૨ રાજ્યો દ્વારા સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. જેના અનુસાર ૨૨ રાજ્યોના શહેરોમાંથી ૨,૦૭,૮૪૭ વ્યક્તિ ઘરવિહોણી છે.

‘ઉપર આભ નીચે ધરતી’ જ તેમના માટે આશ્રયસ્થાન

દેશમાં બીજા નંબરે રાજ્ય

હાલ જે ૨૨ રાજ્યોમાં આ સર્વે કરાયો છે તેના અનુસાર રાજસ્થાનના શહેરોમાંથી સૌથી વધુ ૩૯,૫૧૨ લોકો ઘરવિહોણા છે જ્યારે ગુજરાત ૩૫,૨૯૩ સાથે બીજા સ્થાને છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાંથી ૨૮,૪૦૯, હરિયાણામાંથી ૧૯,૦૧૫, તામિલનાડુમાંથી ૧૪,૦૪૦, ઓડિશામાંથી ૧૩,૬૫૧, આંધ્ર પ્રદેશમાંથી ૧૧,૧૭૩, છત્તીસગઢમાંથી ૧૦,૨૧૬, બિહારમાંથી ૧૦,૨૫૩ વ્યક્તિ ઘરવિહોણા છે.

ગુજરાતના કયા શહેરમાં કેટલા લોકો ઘરવિહોણા છે તે અંગે કોઇ યાદી જારી કરવામાં આવેલી નથી. અલબત્ત, ગુજરાતમાંથી ૩૫ હજારથી વધુ લોકોના ઘરવિહોણા હોવાનો આંકડો દર્શાવે છે કે વિકાસનો દાવો ભલે કરવામાં આવતો હોય પણ વાસ્તવિક સ્થિતિ તદ્દન ભીન્ન છે. દિલ્હી, મહારાષ્ટ્રમાંથી પણ ઘરવિહોણાનો આંકડો ઊંચો હોવાનું મનાય છે પણ હજુ તેની વિગતો જારી કરવામાં આવી નથી.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!