GSTV
India National Politics News ટોપ સ્ટોરી

સરકારી તંત્રનો ઉપયોગ કરીને જ સીએમથી પીએમ બન્યો છું : મોદીએ રાજનાથના દીકરાને ન બનવા દીધો મંત્રી, કેબિનેટમંત્રીના મોટા ભડાકા

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની નવી કેબિનેટની રચનામાં પીએમ મોદી અને અમિત શાહની છાપ સ્પષ્ટપણે જોઇ શકાય છે પરંતુ હવે મોદી સરકારના સિનિયર કેબિનેટ પ્રધાને યોગી કેબિનેટની રચનાને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે. નાગપુર સ્થિત લોકમત ટાઇમ્સ સાથેની અનૌપચારિક વાતચીત દરમ્યાન કેબિનેટ પ્રધાને દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને કેબિનેટમાં પ્રધાન બનતા અટકાવ્યા હતા.

કેબિનેટ પ્રધાનના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પંકજ સિંહને કેબિનેટમાં સામેલ કરવા માંગતા હતા પરંતુ વડાપ્રધાન મોદીએ પંકજ સિંહના નામ પર મહોર ન મારી. આ અહેવાલો પરથી એવું ચર્ચાઇ રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પીએમ મોદીની મરજી અને સમય પારખીને મૌન રહ્યા અને તેમણે પંકજ સિંહનો કેબિનેટમાં સમાવેશ ન કર્યો.

પીએમ મોદીએ તપાસ સંસ્થાઓનો વિરોધીઓ સામે ઉપયોગ કર્યો

વડાપ્રધાન મોદી સાથે વૈચારિક મતભેદો ધરાવતા આ સિનિયર કેબિનેટ પ્રધાને આક્ષેપ કર્યો છે કે પીએમ મોદી ઇન્કમ ટેક્સ, ઈડી અને સીબીઆઇ જેવી તપાસ સંસ્થાઓનો વિરોધીઓ સામે ઉપયોગ કરી રહ્યા છે. કેબિનેટ પ્રધાને કહ્યું કે મેં પીએમ મોદીની આ નીતિનો વિરોધ કર્યો હતો ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો કે હું આ પ્રકારની નીતિને કારણે જ મુખ્યપ્રધાનના પદ પરથી વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યો છું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

GSTV Web Desk

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk
GSTV