GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

આંદોલન : મોદીએ એક પણ સંગઠનને સંગઠિત રહેવા દીધા ન હતા, માનિતાઓના હાથમાં જ રહેતું સુકાન

મોદી

ચૂંટણી નજીક આવે એટલે વિવિધ સંગઠનો પોતાની પડતર માગણી સંદર્ભ ગાંધીનગર ઉતરી આવે એ કાયમનો ક્રમ રહ્યો છે. સરકાર મોટાભાગે પાંચ વર્ષ સુધી ઠાગાઠૈયા કરતી રહી હોય ત્યારે ચૂંટણી ટાણે જ નાક દબાવવું પડે એવું દરેક સંગઠનો સમજતાં હોય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતાની કોઠાસૂઝ વડે એકપણ સરકારી કર્મચારી સંગઠનને સંગઠિત રહેવા જ દીધા ન હતા. દરેક સંગઠનમાં મોદીના માનીતા અથવા ભાજપના ટોચના નેતાઓના હાથમાં જ સુકાન રહેતું હોવાથી સરકાર સામે કોઈ સંગઠન એકજૂટ થઈ શકતાં ન હતા. હવે એવી સ્થિતિ રહી નથી. સરકાર અને ભાજપ સંગઠનમાં એવા નેતા નથી જે આંદોલનોને ઉગ્ર બનતાં રોકી શકે.

મોદી

એટલે જ વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાત પ્રવાસ પછી તરત મંત્રીઓની એક સમિતિ રચવા માટે સુચન કર્યું હતું, જે આંદોલનોને ઠારવાનું કામ કરે. મોદીના આદેશ પછી તાત્કાલિક ત્રણ કેબિનેટ મંત્રીઓની એવી કમિટિ તો રચી નાંખવામાં આવી પરંતુ આંદોલનો ઠરવાનું નામ નથી લેતાં.

મોદી

તલાટીઓ, પૂર્વ સૈનિકો, શિક્ષકો, આરોગ્યકર્મીઓ, શિક્ષકો, જંગલખાતાના કર્મચારીઓ સૌ કોઈ છાશવારે ગાંધીનગર ધામા નાંખી રહ્યા છે ત્યારે મંત્રીઓની આ કમિટી શું કરી રહી છે એ સવાલ થાય છે. ભાજપના આંતરિક વર્તુળોમાંથી મળતી જાણકારી મુજબ મંત્રીઓની આ કમિટી જો સફળ થાય તો આંદોલનો ઠારવાનું સઘળું શ્રેય તેમને મળે એમ છે. એટલે સંગઠનના અમુક હોદ્દેદારો આંદોલનો ઝડપથી ન ઠરે એ દિશામાં સમિધ હોમી રહ્યા છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV