GSTV
Home » News » વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

લોકસભાની ચૂંટણીના પરિણામોને લઇને ભારે આતુરતા વ્યાપી રહી છે. સમગ્ર દેશ ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં 23મી મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામો પર તમામની નજર છે.

બીજી બાજુ ભાજપ સમર્થકોએ અને ખાસ કરીને જેને મોદી ભક્તોના નામથી ઓળખવામાં આવે છે તેવા લોકો માત્ર દેશમાં જ નથી અમેરિકામાં પણ છે. આવા લોકોએ અમેરિકામાં ભાજપના વિજયનો જશ્ન મનાવવાનું નક્કી કર્યું છે અને તે માટેનો કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો છે.

Overseas Friends of BJP

ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા આ ઉજવણીનું આયોજન કરાયું છે, જેના માટેની આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને ‘નમો અગેઇન’ તથા ‘બીજેપી victory’ સેલિબ્રેશનના લખાણ સાથે એવી અપીલ કરાઈ છે કે 2019માં ભાજપ ફરીથી જીતી રહ્યું છે. જેની ઉજવણી 23મી મેના રોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન એવન્યુ જર્સી સિટી ખાતે કરાશે.

આ હિસ્ટોરિક ઈવેન્ટમાં હાજર રહેવા માટેનું આમંત્રણ અપાયું છે. અમેરિકાની આ આમંત્રણ પત્રિકા ભારતના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેને પગલે મોદી વિરોધીઓએ પણ ભારે કોમેન્ટ શરૂ કરી છે. તેઓ એક બીજાને મેસેજ આપી રહ્યા છે કે મોદી અને ભાજપની જીત નિશ્ચિત છે તેવું અમેરિકાના મોદીભક્તો કઈ રીતે કહી શકે? જો ભાજપ જીતશે નહિ અને મોદી વડાપ્રધાન નહીં બને તેવી સ્થિતિમાં પણ મોદી ભક્તો પોતાનો અગાઉનો ઉજવણીનો કાર્યક્રમ ચાલુ રાખશે કે કેમ?

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!