GSTV
Home » News » મોદી સાહેબ ખેડૂતોના 2,829 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચૂકવતી નથી! તમારી બોલતી કેમ છે બંધ

મોદી સાહેબ ખેડૂતોના 2,829 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચૂકવતી નથી! તમારી બોલતી કેમ છે બંધ

ખેડૂતોને વીમાકંપનીઓને ગીરવે મૂકી દેનાર મોદી સરકાર ખેડૂતોની હામી હોવાનું જણાવે છે પણ ખેડૂતોનું ભલું થતું નથી. સરકારના નિયમોનુસાર ખેડૂતોને 2,829 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. જે વીમાકંપનીઓ ચૂકવી રહી નથી પણ સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે. ખેડૂતોનાં ખાતામાંથી ખેડૂતોને પૂછ્યા વિના પ્રીમિયમ કાપી લેવાનો અોર્ડર કરનાર સરકાર હવે મૂંગી બની ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)ની જાહેરાત કરી હતી ત્યારે તેના કહેવાયુ હતુ કે અગાઉની સ્કીમ્સની તુલનાએ તેમા ચાવીરૂપ સુધારો એ છે કે તેમના ક્લેમ્સ સમયસર પૂરા થશે. પણ આરટીઆઇ કાયદા હેઠળની માહિતીની સમીક્ષા કરતા દેખાય છે કે આ સ્કીમનો બે સીઝનથી અમલ શરૂ થયો ત્યારથી 2,829 કરોડ રૂપિયાની રકમ હજી સુધી વીમા પેટે ચૂકવાઈ નથી.

2016-17ની સીઝનના 545 કરોડના ક્લેમ્સ પેન્ડિંગ

કૃષિ અને ખેડૂત મંત્રાલયે આરટીઆઇના લીધે 10મી ઓક્ટોબર સુધીમાં જવાબ આપવાની ફરજ પડી હતી. મંત્રાલયની નોંધ મુજબ મોટાભાગના ક્લેમ્સ 2017-18ની રવી ફસલ દરમિયાન કરવામાં આવ્યા હતા, જેના અંગે કંપનીએ હજી સુધી અંદાજ મૂક્યો નથી. તેના પરિણામે 2017-18ની સીઝનનો બહુમતી આધારે 2017ની સીઝનની જ વિગત છે. આ ડેટા દર્શાવે છે કે ફક્ત એક ટકા ક્લેમ જ રવી સીઝન 2017-18 દરમિયાન ચૂકવવામાં આવ્યા હતા. 2016-17ની સીઝનના 545 કરોડના ક્લેમ્સ પેન્ડિંગ છે.

2017-18ની સીઝનના 2,282 કરોડના દાવા પડતર

આ ક્લેમ લણણી થયાના બે મહિનામાં પતાવવાના હોય છે, એમ પીએફએમબીવાયની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું. 2016-17ની લણણી મે 2017મા થઈ હતી, જે વહેલી હતી. 2017-18ની સીઝનના 2,282 કરોડના દાવા પડતર છે. ડેટા 2017-18ના ખરીફ માટે મહત્વના હતા. આ લણણીનો અંત ડિસેમ્બર 2017માં આવ્યો હતો.

માર્ગદર્શિકા મુજબ તે બે મહિનામાં ચૂકવાવું જોઈએ

આજની તારીખ સુધીમાં આરટીઆઇનો પ્રતિસાદ દર્શાવે છે કે 2,282 કરોડનું પ્રીમિયમ લણણીના નવ મહિના પછી પણ ચૂકવાયું નથી. જ્યારે માર્ગદર્શિકા મુજબ તે બે મહિનામાં ચૂકવાવું જોઈએ. 2016-17 અને 2017-18 દરમિયાન ખેડૂતોએ 34,441 કરોડના ક્લેમ કર્યા છે અને વીમા કંપનીઓએ 31,612 કરોડની રકમ ચૂકવી છે અને 2,829 કરોડની રકમ ચૂકવાઈ નથી.

Related posts

વડોદરાના મહાઠગ પ્રશાંત ઉપાધ્યાયની વાપીથી ધરપકડ, મહિલા પાસે કરાવતો હતો આવા કામ

Nilesh Jethva

છ મહિના બંધ રહ્યા બાદ આ સર્વિસ ફરી થઈ શરૂ, લોકોમાં ખુશીનો માહોલ

Nilesh Jethva

સાળી બનેવીના અનૈતિક સંબંધનો આવ્યો કરૂણ અંજામ, થોડા દિવસ અગાઉ જ થયા હતા યુવતીના લગ્ન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!