GSTV
Home » News » લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો આ છે માસ્ટરસ્ટ્રોક જાણો વિગતે

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો આ છે માસ્ટરસ્ટ્રોક જાણો વિગતે

પંજાબ નેશનલ બેંકનું 13,700 કરોડ રૂપિયાનું ફૂલેકૂ ફેરવી લંડન ભાગી ગયેલા નીરવ મોદીની આજે ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી ફેબ્રુઆરી 2018થી લંડનમાં છે. નીરવ મોદીને આજે વેસ્ટમિંગ્સટર કોર્ટમાં રજૂ કરાશે.

લોકસભા ચૂંટણી પહેલા નીરવ મોદીની ધરપકડ મોદી સરકાર માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. મની લોન્ડરિંગ કેસમાં પ્રત્યાર્પણ કરવાની ઇડીની માગના સંદર્ભમાં લંડનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી અને જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યુ કર્યો છે જેની પર કાર્યવાહી કરતા આજે લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નીરવ મોદી વિરુદ્ધ જારી કરાયેલા ધરપકડ વોરન્ટની જાણ તપાસ એજન્સીને કરી દેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવ્યા પછી સૌ પ્રથમ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રત્યાર્પણ માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

ઇડીએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવીદે નીરવ મોદીના પ્રત્યાર્પણની અરજીને કોર્ટમાં મોકલી આપી હતી. 

બ્રિટનના અખબારે તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે નીરવ મોદી લંડનના રસ્તાઓ પર આરામથી ફરી રહ્યો છે અને તે શહેરના વેસ્ટ એન્ડમાં 80 લાખ પાઉન્ડના એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. 

ઉલ્લેખનીય છે કે ઇડી અને સીબીઆઇ નીરવ મોદી અને મેહુલ ચોકસીની મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરી રહી છે

Related posts

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur

NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

Mayur

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!