GSTV
Gujarat Government Advertisement

કોરોના સામે લડવા મોદી સરકાર પાસે યોગ્ય રણનીતિ જ નથી

મોદી સરકાર

Last Updated on May 1, 2020 by Bansari

કોરોના વાઈરસના સંકટ સમયમાં છેલ્લા એક મહિનાથી દેશમાં લૉકડાઉન લાગુ છે અને તેના કારણે દેશનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. લોકો ઘરોમાં કેદ છે, ફેક્ટરીઓમાં તાળા વાગ્યા છે. અર્થતંત્ર પર તેની અસર પડી રહી છે. દેશના અર્થતંત્ર સામે આવેલા આ પડકારો અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રઘુરામ રાજને મોદી સરકારને દેશમાંથી તબક્કાવાર લૉકડાઉન ઉઠાવી લેવા તેમજ ગરીબોની મદદ માટે અંદાજે રૂ. ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા સૂચન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે વૈશ્વિક સ્તરે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. નવા વર્લ્ડ ઓર્ડરમાં ભારત તેનું સ્થાન બનાવી શકે છે.

મોદી સરકારે ૧૫મી એપ્રિલે લાગુ કરેલો લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે. લૉકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ગંભીર નુકસાન થયું છે. અર્થતંત્રમાં ગતિ લાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે ફૂડ, હેલ્થ એજ્યુકેશન પર અનેક રાજ્યોએ સારું કામ કર્યું છે, પરંતુ સૌથી મોટો પડકાર લોઅર મીડલ ક્લાસ અને મિડલ ક્લાસ માટે છે.

તેમની પાસે નોકરી નહીં હોય. આજના સમયે લોકોને માત્ર સરકારી નોકરી પર નિર્ભર રાખવાના બદલે તેમના માટે નવી તકો પેદા કરવાની જરૂર છે. દેશમાં સબસિડી મારફત ગરીબોને સહાય માટે સરકારે રૂ. ૬૫,૦૦૦ કરોડ જેટલા ભંડોળનો ખર્ચ કરવાની જરૂર છે. આપણો જીડીપી ૨૦૦ લાખ કરોડનો છે ત્યારે ૬૫,૦૦૦ કરોડ રૂપિયા મોટી રકમ નથી.

રાજને જણાવ્યું કે ભારત વૈશ્વિક મંચ પર પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. શક્તિહીન લોકોને શક્તિશાળી નેતા સારા લાગે છે. આપણે એક વિભાજિત સમાજ સાથે ક્યાં પહોંચી શકીશું નહીં. આજે સ્વાસ્થ્ય, નોકરી માટે સારી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. વૈશ્વિક સ્તરે અર્થતંત્રના સંદર્ભમાં જોઈએ તો ગ્લોબલ આર્થિક સિસ્ટમમાં કંઈક ખોટું છે, લોકો પાસે નોકરી નથી, જેમની પાસે નોકરી છે તેમને આગળની ચિંતા છે. આવકનું અસમાન વિતરણ થઈ રહ્યું છે. તકોનું યોગ્ય વિતરણ કરવું પડશે.

રાહુલ ગાંધીએ રાજનને સવાલ કર્યો કે આજે લોકોમાં અનેક પ્રકારના સવાલ છે, આ વાઈરસ વચ્ચે અર્થતંત્રને અંગે ઘણી ચિંતા છે. એવામાં આ પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય છે. તે અંગે તમારું શું માનવું છે. જવાબમાં રઘુરામ રાજને જણાવ્યું કે કોરોનાને હરાવવાની સાથે આપણે લોકોની રોજગારી અંગે પણ વિચારવું પડશે. તેના માટે વર્કપ્લેસને સલામત બનાવવા જરૂરી છે. લૉકડાઉન વચ્ચે અર્થતંત્રને ખોલવાના સંદર્ભમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે જણાવ્યું કે બીજું લૉકડાઉન લાગુ કરવાનો અર્થ છે કે તમે અર્થતંત્રને ખોલવા માટે કોઈ યોગ્ય તૈયારી કરી શક્યા નથી.

એવામાં લોકોના મનમાં સવાલ એ છે કે શું લૉકડાઉન ૩ પણ આવશે? આપણે એમ વિચારીએ કે શૂન્ય કેસ પર જ અર્થતંત્ર ખોલવામાં આવશે તો તે અશક્ય છે. મોદી સરકાર કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન ૩જી મેથી આગળ લંબાવશે તો દેશના અર્થતંત્રની કમર ભાંગી જશે. સરકારે દેશમાં તબક્કાવાર લૉકડાઉન ખોલવાની રણનીતિ અપનાવવી જોઈએ.

રાહુલ ગાંધીએ ટેસ્ટિંગ અંગે પણ રાજનને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું અન્ય દેશોની સરખામણીમાં અહીં ટેસ્ટિંગ ઘણું ઓછું થઈ રહ્યું છે. આ સંદર્ભમાં રઘુરામ રાજને કહ્યું કે આપણે અર્થતંત્ર ખોલવા માગતા હોઈએ તો ટેસ્ટિંગની ક્ષમતા વધારવી પડશે. આપણે માસ ટેસ્ટિંગ તરફ આગળ વધવું પડશે, જેમાં કોઈપણ ૧,૦૦૦ સેમ્પલ લેવાના રહે અને ટેસ્ટ કરવા જોઈએ. અમેરિકા આજે લાખો ટેસ્ટ રોજ કરી રહ્યું છે, પરંતુ આપણે ૨૦ હજાર અથવા ૩૦ હજાર વચ્ચે જ છીએ. કોરોના પછીની સ્થિતિના સંદર્ભમાં રાજને કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ કોઈ સારો પ્રભાવ કરે તેવું ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ ભારત માટે આ તક છે તે પોતાના ઉદ્યોગોને દુનિયા સુધી પહોંચાડી શકે છે.

અર્થતંત્ર અંગે પેદા થયેલા પડકારો મુદ્દે રાજને જણઆવ્યું કે આપણે વહેલી તકે અર્થતંત્રને ખોલવાની જરૂર છે, કારણ કે આપણી પાસે અન્ય દેશો જેવી સારી વ્યવસ્થા નથી. આપણા ત્યાંના આંકડા ચિંતાજનક છે. સીએમઆઈઈએ કહ્યું કે ૧૦ કરોડ લોકો વર્કફોર્સમાંથી બહાર થઈ જઈ શકે છે. રાહુલ ગાંધી સાથેની આ ચર્ચામાં રઘુરામ રાજને વડાપ્રધાન મોદીની આર્થિક નીતિઓની ટીકા પણ કરી હતી.

કોરોના સંકટ : રાહુલ ગાંધી બન્યા પત્રકાર

દેશમાં કોરોનાના સંકટ સમયે વડાપ્રધાન મોદી દ્વારા લેવાઈ રહેલા નિર્ણયોની સમિક્ષા માટે કોંગ્રેસ પક્ષ એક શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છે. આ શ્રેણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક પત્રકારની ભૂમિકા ભજવતા અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે દેશ પર આવેલા કોરોનાના સંકટ અંગે ચર્ચા કરશે. આ શ્રેણીમાં રાહુલ ગાંધીએ ગુરુવારે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. રાજન સાથેની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય સમાજ વ્યવસ્થા અમેરિકન સમાજથી એકદમ અલગ છે. એવામાં સામાજિક પરિવર્તન જરૂરી છે. દરેક રાજ્યની એક અલગ રીત છે, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશને એક દૃષ્ટિકોણથી જોઈ શકાય નહીં. આજે જે પ્રકારની અસમાનતા છે તે ચિંતાજનક બાબત છે. ભારત અને અમેરિકામાં આ પ્રકારનું અંતર છે અને તેને ખતમ કરવું જરૂરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

Pravin Makwana

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

Pravin Makwana

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!