GSTV
Home » News » પીએમ મોદીએ કહી એવી વાત કે નીતિન પટેલના ચહેરા પર ખુશી છલકવા માંડી

પીએમ મોદીએ કહી એવી વાત કે નીતિન પટેલના ચહેરા પર ખુશી છલકવા માંડી

pm modi nitin patel

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ઉપેક્ષા થઈ રહી હોવાની ચર્ચા જોરો પર છે. જોકે આજે પાટણમાં યોજાયેલી ચૂંટણી સભામાં પીએમ નરેન્દ્ર મોદીએ નીતિન પટેલને હસતા કરી દીધા હતા. પીએમ મોદીએ આજે નીતિન પટેલનુ નામ નર્મદા યોજના સાથે જોડી દીધુ હતુ.

modi in gujarat

તેમણે નર્મદા યોજના થકી ગુજરાતમાં ભાજપ સરકારે ઠેર ઠેર પાણી પહોંચાડયુ હોવાની વાત કરી હતી અ્ને તે સમયે નીતિન પટેલનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, નીતિનભાઈને તમે ઉંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ એક કલાક સુધી નર્મદા યોજના અંગે બોલી શકે છે.

મોદીનો કહેવાનો અર્થ એ હતો કે, નીતિન પટેલને નર્મદા યોજના અંગેની તમામ જાણકારી મોઢે હોય છે. જાહેર મંચ પરથી પીએમ મોદીએ કરેલા વખાણ બાદ નીતિન પટેલના ચહેરા પર ખુશાલી જોવા મળી રહી હતી.

READ ALSO

Related posts

બેગૂસરાયની જનતાએ કન્હૈયાને નકારી આ કારણે ગિરિરાજસિંહને આપ્યો બહુમત

Nilesh Jethva

લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્રએ કોંગ્રેસની હાર માટે આ બે કારણોને જવાબદાર ગણાવ્યાં

Nilesh Jethva

ઉત્તર પ્રદેશમાં થયેલી મોટી હાર બાદ યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામાની કરી રજૂઆત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!