GSTV

મોદી સરકાર 2.0- આ 12 જુના મંત્રીઓને મળી સજા, કઈ રીતે? અહીં વાચો

ભાજપ સંસદીય પક્ષના નેતા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા અને તેમની સાથે અન્ય પ૭ મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં ર૪ કેબિનેટ મંત્રી, ર૪ રાજય મંત્રી અને ૯ સ્વતંત્ર પ્રભાર મંત્રીનો સમાવેશ થાય છે. મંત્રી મંડળમાં સામેલ બે મંત્રીઓ જયશંકર અને પ્રતાપ સારંગી એવા બે મંત્રીઓના નામ એવા છે જે ચોંકાવનારા છે, પણ સૌથી ચોંકાવનારી એ બાબત છે કે અગાઉ જે મંત્રીમંડળ હતું તેમાંના ૧ર સભ્યોને બીજી વખત મંત્રીમંડળમાં સ્થાન મળયું નથી.

રાધા મોહન સિંહ

પહેલી મોદી સરકારમાં કેન્દૃીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી હતા.બિહારના પૂર્વ ચંપારણના સાંસદ હતા. આ વખતે પણ તેઓ બિહારના પૂર્વ ચંપારણબી બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે, પણ તેમને કેબિનેટમાં સ્થાન મળયું નથી.

મેનકા ગાંધી

મેનકા ગાંધીને પહેલી મોદી સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આપવામાં આવ્યું હતું. તે વખતે પીલીભીત બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા.ર૦૧૯માં તે સુલતાનપુરની બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે, પણ આ વખતે તેમન મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

રાજયવર્ધન રાઠોડ

રાજયવર્ધન રાઠોડ બીજી વખત જયપુર ગ્રામીણ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે.પહેલી મોદી સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણ ખાતાનો સ્વતંત્ર હવાલો સંભાળતા હતા.આ ઉપરાંત યુવા અને રમતગમત મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે હતો.આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

સુરેશ પ્રભુ

સુરેશ પ્રભુ આંધ્ર પ્રદેશથી રાજય સભાના સભ્ય છે. પહેલી મોદી સરકારમાં તેઓ રેલ મંત્રી હતા.પછી વાણિજય અને ઉદયોગ મંત્રી અને નાગરિક ઉડયન મંત્રી બનાવવામાં આવ્યા હતા.બીજી વખત મોદી સરકાર બની તો તેમાં તેમને સમાવાયા નથી.

જે.પી.નડા

જે.પી. નડા હિમાચલ પ્રદેશની રાયપુર બેઠકના સાંસદ છે. પહેલી મોદી સરકારમાં તેઓ સ્વાસ્થ્ય મંત્રી હતા.આ વખતે તેમને મંત્રીમંડળમાં સમાવાયા નથી પણ તેમને તેનાથી ઉચી જગ્યા આપવામાં આવનાર છે, તેમને ભાજપના અધ્યક્ષ બનાવવાની વાતો થઇ રહી છે.

જુઅલ ઓરામ

જુઅલ ઓરામ ઓરિસ્સાની સુંદરગઢ બેઠક પરથી બીજી વખત સાંસદ બન્યા છે.પહેલીમ મોદી સરકારમાં તેઓ જનજાતીય બાબતોના મંત્રી હતા.આ વખતે મોદીના બીજા મંત્રીમંડળમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી.

મહેશ શર્મા

મહેશ શર્મા બીજી વખતે ગૌતમબુધ્ધનગર બેઠક પરથી સંસદમાં ચૂંટાઇ આવ્યા છે. પહેલી મોદી સરકારમાં તે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી હતા, આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

વિજય ગોયલ

વિજય ગોયલ રાજયસભાના સભ્ય છે.પહેલી મોદી સરકારમાં તેઓ સંસદીય કાર્ય રાજયમંત્રી હતા.૩૦ મેના રોજ વડાપ્રધાન મોદીએ પ૭ મંત્રીઓ સાથે શપથ લીધા તેમાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

રામકૃપાલ યાદવ

રામકૃપાલ યાદવ સતત બીજી વખત પાટલીપુત્રના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે.તે  લાલુ યાદવની પુત્રી મિસાને સતત બીજી વખત હરાવી સંસદ તરીકે ચૂંટાયા છે.પહેલી મોદી સરકારમાં તે ગ્રામીણ વિકાસ રાજયમંત્રી હતા. તેને બીજી વખત મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

જયંત સિંહા

જયંત સિંહા ઝારખંડની હજારીબાગ બેઠક પરથી સતત બીજી વખત ચૂંટાઇ આવ્યા છે.પહેલી મોદી સરકારમાં તે નાગરિક ઉડયન રાજયમંત્રી બનાવવામાં આવ્યા હતા.આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

સત્યપાલ સિંહ

સત્યપાલસિંહ ઉત્તરપ્રદેશની બાગપત બેઠક પરના સાંસદ છે.ર૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેઓ માનવ સંશાધન મંત્રી બનાવાયા હતા. આ વખતે તેઓ બાગપત ખાતેથી જ જીત્યા છે, પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

અનુપ્રિયા પટેલ

અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે, તે ભાજપના સહયોગી પક્ષ અપના દળના સાંસદ છે. પહેુલી મોદી સરકારમાં તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હતા. આ વખતે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

Read Also

Related posts

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel

સાવધાન/ અત્યાર જ આપના મોબાઈલ કરો ચેક, નવા નામ સાથે આવી ગયા છે ચાઈનીઝ એપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!