GSTV
Home » News » આનંદીબેન અને રૂપાણીનાં ગાબડાં મોદીને લોકસભામાં નડ્યાં, 8 સીટો ગુમાવવાનો છે ડર

આનંદીબેન અને રૂપાણીનાં ગાબડાં મોદીને લોકસભામાં નડ્યાં, 8 સીટો ગુમાવવાનો છે ડર

CM Vijay Rupani

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી જેમાં ભાજપને છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી. વિધાનસભાની ચૂંટણીના આ પરિણામોની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં પણ થઈ શકે તેવા ભયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જે 8 લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં ભાજપે હારનો સામનો કર્યો છે. તેવી 8 બેઠકો પર જ ચૂંટણીનો પ્રચાર કર્યો છે. આમ રૂપાણીના નેતૃત્વમાં ભાજપે 8 લોકસભા બેઠકમાં આવતી કુલ 56 વિધાનસભા સીટોમાંથી ભાજપ પાસે માત્ર 16 બેઠકો જ રહી હતી. જેના કારણે આ 8 બેઠકો ભાજપ માટે ભયગ્રસ્ત છે. તેમ આવતીકાલે 8 બેઠક પૈકી એક પાટણમાં પીએમ મોદી સભા કરવાના છે.

8 લોકસભા બેઠકો પર ભાજપ માટે કપરી સ્થિતી

2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો મેળવનાર ભાજપ માટે 2015 બાદ ગુજરાતના બદલાયેલા રાજકીય સમીકરણોને જોતા 8 લોકસભા બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાણ છે. ત્યારે આ આઠ લોકસભા બેઠક પર ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી છે ભાજપ માટે પડકાર જનક આઠ લોકસભા બેઠકોમાં આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.

2015 બાદ ભાજપને સૌથી મોટો ફટકો

ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જતા તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને તે પછી વિજય રૂપાણીને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જે દરમિયાન અનેક રાજકીય ઊથલ પાથલ થઈ હતી. જેના કારણે 2015 બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને આ ફટકાની અસર લોકસભાની આઠ બેઠકો પર પણ પડી શકે છે. જેના કારણે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ આઠ લોકસભા બેઠક પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરીને આ બેઠકો પર જીતની બાજી લગાવવા માટે ખાસ પ્રયત્નો શરૂ કર્યા છે.

2017માં ભાજપ પાસે વિધાનસભાની માત્ર 16 બેઠકો જ બચી

ભાજપ માટે જીત મુશ્કેલ છે તેવી આઠ લોકસભા બેઠકમાં આવતી 56 વિધાનસભાની બેઠકોના 2017ના પરિણામ જોતા ભાજપને માત્ર 16 વિધાનસભા બેઠક પર જ વિજય મળ્યો હતો. ત્યારબાદ જૂનાગઢના માણાવદરના કોંગ્રેસનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં ભેળવી દેતા આઠ લોકસભા બેઠકોમાં આવતી માણાવદર અને ધાંગધ્રા બેઠક પર અને વિધાનસભા સીટો ખાલી પડી હતી. આ 8 લોકસભા બેઠક પર વિજય મેળવવા માટે ભાજપે શરૂ કરેલી રણનીતિના ભાગરૂપે જુનાગઢ લોકસભાના માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને ભાજપમાં પ્રવેશ આપી દીધો હતો આ જ રીતે સુરેન્દ્રનગર લોકસભા ના આવતી ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ભગવત ધારણ કરી લીધો હતો.

લોકસભા બેઠક ભાજપ (વિધાનસભા) કોંગ્રેસ (વિધાનસભા)
આણંદ 2 5
ભરૂચ 3 4
સુરેન્દ્રનગર 1 6
અમરેલી 2 5
જૂનાગઢ 0 7
પાટણ 3 4
બનાસકાંઠા 2 5
સાબરકાંઠા 3 4
કુલ 16 40

READ ALSO

Related posts

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!