GSTV
Home » News » આખરે આવી ગઈ કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની તારીખ

આખરે આવી ગઈ કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની તારીખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી એકાદ-બે દિવસોમાં પોતાના કેબિનેટમાં ફેરબદલની પ્રક્રિયા હાથ ધરવાના છે. પહેલા કહેવામાં આવતું હતું કે કેબિનેટમાં ફેરફાર શનિવારે સાંજે હાથ ધરાય તેવી શક્યતા છે. પરંતુ હવે સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલ મુજબ રવિવારે સવારે કેબિનેટમાં ફેરબદલની શક્યતા છે. રવિવારે સવારે 10 વાગ્યે કેબિનેટના વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરાશે.

સૂત્રોનું માનવું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ વૃંદાવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠકમાં છે. તેઓ શનિવારે સાંજે વૃંદાવનથી પાછા ફરશે.

નવા પ્રધાનમંડળને લઈને વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ફરી એકવાર શનિવારે ચર્ચા થશે. આ બેઠક બાદ કેબિનેટમાં ફેરબદલની આખરી યાદી પર મંજૂરીની મ્હોર લાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તરણની કવાયત આખરી તબક્કામાં પહોંચી ચુકી છે. રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળનું ત્રીજી સપ્ટેમ્બરે સવારે વિસ્તરણ કરશે. અમિત શાહે ગુરુવારે સરકારમાંથી વિદાય લઈ રહેલા લગભગ આઠ પ્રધાનોને અલગ-અલગ સમયે બોલાવાની તેમની સાથે મુલાકાત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારે અડધો ડઝન પ્રધાનો ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, નિર્મલા સીતારમન અને ગિરિરાજસિંહ જેવા પ્રધાનોએ પોતાના રાજીનામા ભાજપ સંગઠન મહામંત્રી રામલાલને સોંપી દીધા છે. મહેન્દ્રનાથપાંડે, રુડી અને ફગ્ગનસિંહ ફૂલત્સે રાજીનામું ઔપચારિક એલાન કરી દેવામાં આવ્યું છે.

રાજીનામું આપનારા એક પ્રધાને ક્હયુ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સરકારની બહાર થનારા પ્રધાનોને અલગ-અલગ મળવા માટે બોલાવ્યા હતા. રાજીનામું આપનારા પ્રધાનોમાંથી કલરાજ મિશ્ર નજીકના ભવિષ્યમાં કોઈપણ રાજભવનની શોભા વધારતા નજરે પડશે. આ સિવાય અમિત શાહે ચૌધરી બિરેન્દ્રસિંહને પહેલા જ સરકારની બહાર જવાના સંકેત આપી દીધા છે.

યુપીના ભાજપના અધ્યક્ષ બનાવાયેલા મહેન્દ્રનાથ પાંડેએ પણ રાજીનામું આપીને સરકારની બહાર જવાનો રસ્તો પસંદ કર્યો છે. ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણ સમીકરણોને સાધવાની કોશિશોને સાધવા માટે અમિત શાહે મહેન્દ્રનાથ પાંડેને યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત કર્યા છે.

Related posts

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!