GSTV
Gujarat Government Advertisement

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મોટો નિર્ણય, આ વસ્તુનું હવે દેશમાં જ થશે ઉત્પાદન

Last Updated on May 12, 2021 by Bansari

કેન્દ્રની મોદી સરકારે કેબિનેટમાં બેટરી સ્ટોરેજ માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં હવે બેટરી સ્ટોરેજનું ઉત્પાદન ચાલુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન મળશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18 હજાર 100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઈન્સેંટિવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેનાથી 50 હજાર મેગાવોટના ઉત્પાદનમાં વધારો થવાનો અનુમાન છે.

ઇલેક્ટ્રિક

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે દેશમાં 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજના સાધનો આયાત કરવામાં આવે છે. સરકારે આજે જે જાહેરાત કરી છે તેનાથી ભારતમાં આયતા ઓછી થશે અને દેશમાંજ બેટરી સ્ટોરેજનું ઉત્પાદન ચાલુ કરવામાં આવશે.

જાવડેકરે જણાવ્યું કે તેનાથી ઇલેક્ટ્રીકલ વ્હીકલ્સને પ્રોત્સાહન મળશે. લાંબા સમય સુધી ચાલનારી અને જલદી ચાર્જ થતી બેટરી આજના સમયની જરૂર છે. ઉપરાંત સોલર પાવર પ્લાન્ટ ભાતમાં ખૂબ લાગ્યા છે. તેનાથી અંદાજે 136000 મેગાવોટ સોલર વિજળીનું નિર્માણ થઇ રહ્યું છે, પરંતુ આ વિજળીને દિવસમાં જ ઉપયોગ કરી શકાય છે, રાતે નહીં. બેટરી સ્ટોરેજ હશે તો કામ આસાન થશે. બેટરી સ્ટોરેજ શિપિંગ અને રેલવેમાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ હશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!