GSTV

રાજનીતિ / મોદી કેબિનેટમાં ફેરબદલના એંધાણ, સિંધિયા-વરૂણ ગાંધી સહિતના આ ચહેરાઓ હોઇ શકે છે સામેલ

Last Updated on June 18, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્રીય કેબિનેટમાં ટૂંક સમયમાં જ મોટો ફેરબદલ થવા જઇ રહ્યો છે. તેમાં અનેક યુવા ચહેરાઓની સાથે જૂના અનુભવી નેતાઓને જગ્યા મળવાની આશા છે. તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિનેશ ત્રિવેદી, ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, વરૂણ ગાંધી, જમયાંગ સેરિંગ નામગ્યાલ શામેલ છે.

jyotiraditya scindia

આ નામોને નક્કી કરવામાં ભાજપના ઉચ્ચ આદેશએ વધારે મહેનત કરી છે. આ પૂરી મહેનતમાં નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ખુદ શામેલ રહ્યાં છે. સમાચાર અનુસાર રાજ્યોના મુખ્યમંત્રીઓની પણ સલાહ લેવામાં આવી છે. તેને લઇને છેલ્લાં કેટલાંય સમયથી સતત બેઠકો કરવામાં આવી છે.

આગામી વર્ષે યુપી સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરીને દિલ્હી પહોંચ્યા હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે. ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2022 માં સમાપ્ત થઇ જશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે મે મહીના સુધી ચાલશે.

કેમ આ ચહેરાઓની થઇ શકે છે પસંદગી?

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાની મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને પાડવા અને પેટાચૂંટણીમાં 28 માંથી 19 સીટો જીતાડવામાં મહત્વની ભૂમિકા રહી હતી. તે એક વર્ષ પહેલાં ભાજપ સાથે જોડાયેલા છે. જ્યોતિરાદિત્યનું કોંગ્રેસમાં ખૂબ જ ઊંચુ કદ હતું. તે મનમોહન સરકારમાં કેન્દ્રીય મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યાં છે. તે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના હતાં.

દિનેશ ત્રિવેદી

તેઓ પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીની નજીક રહી ચૂક્યાં છે તેમજ બંગાળ ચૂંટણી પહેલાં ભાજપમાં શામેલ થયા હતાં. આ સાથે મનમોહનસિંહની કેબિનેટમાં રેલ્વે મંત્રી પણ રહી ચૂક્યાં છે.

ભૂપેન્દ્ર યાદવ

બિહારમાં ભાજપની સફળતા પાછળ ભૂપેન્દ્ર યાદવને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂપેન્દ્રએ ભાજપને હૈદરાબાદ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આગળ વધવામાં મદદ કરી હતી. તેઓ પાર્ટી સંગઠનના કામમાં પણ નિષ્ણાંત છે. કામદારો સાથે તેઓનો સારો તાલમેલ છે.

અશ્વિની વૈષ્ણવ

પૂર્વ આઈએએસ અધિકારી અશ્વિની વૈષ્ણવ અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ રહી ચૂક્યાં છે. બીજેડીના ટેકા સાથે તેઓએ કોઈ પણ વિરોધ વિના રાજ્યસભાની ચૂંટણી જીતી હતી.

વરૂણ ગાંધી

વરુણ ગાંધી પીલીભીતથી ભાજપના સાંસદ છે. તેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી આવે છે. તેઓ પોતાના આક્રમક વલણ માટે જાણીતા છે. કટ્ટર હિન્દુવાદી નેતા તરીકેની તેમની છબી રહી છે. યુપીની આગામી ચૂંટણી પણ તેમની પસંદગી પાછળનું કારણ હોઈ શકે છે.

જમયાંગ સેરિંગ નામગ્યાલ

જમયાંગ લદ્દાખ ક્ષેત્રમાં ભાજપનો સૌથી પ્રખ્યાત અને યુવાન ચહેરો છે. તેઓએ લદ્દાખ હિલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ બનાવવામાં મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!