GSTV
Home » News » મોદીનું નવું કેબિનેટ : જુઓ કોણ થયું આઉટ અને કોણ થશે ઇન?

મોદીનું નવું કેબિનેટ : જુઓ કોણ થયું આઉટ અને કોણ થશે ઇન?

રવિવારે સવારે 11 વાગ્યે કેબિનેટ વિસ્તરણ થવાની તૈયારી છે ત્યારે સૂત્રો મુજબ કેન્દ્રીય કેબિનેટના ત્રીજા કેબિનેટ વિસ્તરણમાં ચૂંટણી આવતી હોય તેવા રાજ્યોને વિશેષ મહત્વ મળવાની સંભાવના છે. આમા સૌથી વધારે આંચકો ઉત્તરપ્રદેશને લાગે તેવી શક્યતા છે. સરકારમાંથી બહાર જનારા લગભગ પાંચ પ્રધાનો યુપીના છે.

જણાવવામાં આવે છે કે કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશી અને સુરેશ અંગડીનું સરકારમાં સામેલ થવાનું નિશ્ચિત મનાય છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા વરિષ્ઠ મહાસચિવ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ પ્રધાનમંડળમાં સામેલ થવાની વકી હોવાની ચર્ચાઓ છે. તો નરેન્દ્રસિંહ તોમર અને ડૉ. જિતેન્દ્રસિંહના મંત્રાલયોમાં ફેરબદલની શક્યતા છે. આ બંને નેતાઓ પર પ્રધાનમંડળમાંથી બહાર જવાની તલવાર લટકતી હોવાની પણ અટકળબાજી છે. તો સરકારમાં ઓમ માથુર અને બાગપતના સાંસદ સત્યપાલ સિંહનું પ્રધાનમંડળમાં સામેલ થવાનું નક્કી મનાય છે. તો ભાજપના મહાસચિવ રામ માધવને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા છે.

તો એઆઈએ-ડીએમકેના કોટામાંથી સરકારમાં સામેલ થનારા એમ. થંબીદુરઈએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એઆઈડીએમકે તરફથી સરકારમાં સામેલ થનારા નેતાઓની યાદીમાં મૈત્રેયનનું પણ નામ ચર્ચામાં છે. બિહારમાંથી જેડીયુ કોટામાંથી આરસીપી સિંહ મોદીના પ્રધાનમંડળમાં સામેલ થશે.

તો કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુની છૂટ્ટી નિશ્ચિત મનાય છે અને રેલવે મંત્રાલયની જવાબદારી કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળે તેવી શક્યતા છે.

મોદી કેબિનેટમાંથી કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાની છૂટ્ટી થવાનું પણ નિશ્ચિત હોવાની અટકળો છે.

કોણ બની શકે છે સંભવિત પ્રધાન?

ત્રણ વર્ષ પૂર્ણ કરી ચુકેલી મોદી સરકારના પ્રધાનમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ગુરુવારે સાંજથી ઘણાં પ્રધાનો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે. હવે સૌની નજર મોદીના કેબિનેટમાં કોનો પ્રવેશ થાય છે.. તેના ઉપર મંડાયેલી છે. અટકળો છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ઘણાં નવા ચહેરાઓને સ્થાન મળવાની સંભાવના છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય ઊર્જા પ્રધાન પિયૂષ ગોયલ, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું પ્રમોશન પણ નિશ્ચિત મનાય છે. ઘણાં છેલ્લા સમયથી દેશમાં પૂર્ણકાલિન સંરક્ષણ પ્રધાન નથી. તેથી આશા રાખવામાં આવે છે કે કેન્દ્રીય કેબિનેટના ત્રીજા વિસ્તરણમાં નવા સંરક્ષણ પ્રધાનની નિયુક્તિ કરવામાં આવશે. તો રેલવે પ્રધાન સુરેશ પ્રભુના સ્થાને રેલવે મંત્રાલયની જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવે તેવી શક્યતા છે. તેની સાથે રેલવે મંત્રાલયને પરવિહન મંત્રાલય સાથે સાંકળવામાં આવે તેવી પણ એક શક્યતા છે. તો સુરેશ પ્રભુને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવે તેવી પણ સંભાવનાઓની ચર્ચા છે.

મોદી સરકારના લગભગ નવ પ્રધાનોની પ્રધાનમંડળમાંથી બાદબાકી થવાનું અથવા તો તેમના વિભાગોમાં ફેરબદલ થવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

ઓમ પ્રકાશ માથુર

ભાજપના ઉપાધ્યક્ષ, યુપી ભાજપના પ્રભારી

– ભૂપેન્દ્ર યાદવ

રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ, ભાજપના મહાસચિવ

– વિનય સહહસ્ત્રબુદ્ધે

મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ, ભાજપના ઉપાધ્યક્ષ

– સત્યપાલસિંહ

યુપીના બાગપતથી ભાજપના સાંસદ

– હરીશ દ્વિવેદી

યુપીના બસ્તીથી ભાજપના સાંસદ

– અશ્વિની ચૌબે

બિહારના બક્સરથી ભાજપના સાંસદ

પ્રહલાદ જોશી

લોકસભાના સાંસદ, કર્ણાટક ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ

– સુરેશ અંગડી

કર્ણાટકના બેલગામથી ભાજપના સાંસદ

– હેમંત બિસ્વ શર્મા

આસામ સરકારમાં પ્રધાન

– આર.સી.પી. સિંહ

બિહારથી જેડીયુના રાજ્યસભાના સાંસદ

સંતોષ કુશવાહ

બિહારના પુર્ણિયાથી જેડીયુના સાંસદ

– એમ. યંબીદુરઇ

એઆઇડીએમકેના સાંસદ, રાજ્યસભાના ઉપસભાપતિ

– મૈત્રેયન

એઆઇડીએમકેના સાંસદ

આ ઉપરાંત શિવસેના. ટીડીપીના એક-એક પ્રધાન, તથા ટીડીપીના રાજ્યપ્રધાનના પ્રમોશનની શક્યતા

મોદી સરકારના લગભગ 9 પ્રધાનોની પ્રધાનમંડળમાંથી બાદબાકી થવાનું અથવા તો તેમના વિભાગોમાં ફેરબદલ થવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

આ મંત્રીઓ આઉટ :

– કલરાજ મિશ્ર

યુપીના કદાવર નેતા, કેબિનેટમાંથી ડ્રોપ થવાની શક્યતા

– રાજીવ પ્રતાપ રુડી

રુડી દ્વારા કેબિનેટમાંથી અપાયું છે રાજીનામું

– ઉમા ભારતી

ગંગા સફાઇને લઇને મોટા વચનો પૂર્ણ થયા નથી જેથી ઉમા ભારતીએ રાજીનામા રજૂ કર્યું છે

– નિર્મલા સીતારમન

વાણિજ્ય રાજ્ય પ્રધાન તરીકે આપ્યું રાજીનામું છે. ભાજપ સંગઠનમાં વાપસી કરશે.

– સંજીવ બાલિયાન

જળ સંસાધન રાજ્ય પ્રધાન તરીકેના કાર્યથી વડાપ્રધાન મોદી નાખુશ છે.

– ફગ્ગનસિંહ ફુલસ્તે

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન તરીકે મંત્રાલયમાં હાજરી નહીંવત હોવાથી અમિત શાહ નાખુશ છે.

– રાધામોહન સિંહ

કૃષિ મંત્રાલયના પ્રદર્શનથી વડાપ્રધાન ખુશ નથી.

– સુરેશ પ્રભુ

રેલવે દુર્ઘટનાઓ રોકવામાં નિષ્ફળ સાબિત રહેતા રાજીનામું આપ્યું છે.

– ઉપેન્દ્ર કુશવાહા

બિહારમાં સત્તા સમીકરણો બદલાતા તેમની ઉપયોગીતા ઓછી થઇ છે.

 

 

Related posts

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!