GSTV
Home » News » પીએમ મોદીને જીતનો સંપૂર્ણ વિશ્વાસ, પરિણામ બાદ આ દિવસે થઈ શકે છે કેબિનેટની મિટિંગ

પીએમ મોદીને જીતનો સંપૂર્ણ વિશ્વાસ, પરિણામ બાદ આ દિવસે થઈ શકે છે કેબિનેટની મિટિંગ

PM Modi dinner

કાલે આવનારાં લોકસભા ચૂંટણીનાં પરિણામ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની જીત પર પૂરો વિશ્વાસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલે સાંજે એનડીએના નેતાઓના ડિનર પહેલાં બીજેપીના મુખ્ય કાર્યાલયમાં મંત્રીઓ સાથે થયેલી મિટિંગમાં પીએમ મોદીમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ છલકાતો હતો. અ મિટિંગમાં પીએમ મોદીએ મંત્રીઓને જણાવ્યું કે, અપાર જનસમર્થનથી હવે આપણી જવાબદારી વધુ વધી ગઈ છે.

પરિણામનાં બે દિવસ બાદ થઈ શકે છે કેબિનેટ મિટિંગ
મિટિંગમાં મોદીએ ચૂંટણી પરિણામ બાદની પ્રતિક્રિયા વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે, પરિણામ બાદ ફરી એકવાર 25 મેએ કેબિનેટ બેઠકની જરૂર પડશે. પીએમ મોદીના નિવેદનથી આ વાત ક્લિયર થઈ ગઈ છે કે, મોદી સરકારની આગામી કેબિનેટ બેઠક પરિણામના બે દિવસ બાદ થઈ શકે છે.

મિટિંગમાં ભાવુક થઈ ગયા મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિટિંગમાં ચૂંટણી અભિયાન દરમિયાન મળેલ જનસમર્થન અંગે વાત કરતાં પીએમ મોદી ઘણી વાર ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે મંત્રીઓને કહ્યું કે 24 મેએ પરિણામ આવ્યા બાદ 25મેએ ફરીથી કેંદ્રીય કેબિનેટની મિટિંગ કરવાની જરૂર પડશે, જેમાં 16મી લોકસભાને ભંગ કરવાની ઔપચારિકતા કરવામાં આવશે. ત્યારબાદ એનડીએના નેતાની ચૂંટણી કરવામાં આવશે.

આ મિટિંગમાં એનડીએના નેતાઓએ આશા વ્યક્ત કરી કે, એક્ઝિટ પોલની જેમજ 23 મેએ મતગણના બાદ કેંદ્રમાં બીજેપીના નેતૃત્વમાં મજબૂત સરકાર બનશે. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જદયૂ અધ્યક્ષ નીતીશ કુમાર. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામી, એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાસ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા. બેઠકમાં શિરોમણિ અકાલી દળનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને પાર્ટી નેતા સુખબીર સિંહ બાદલે કર્યું.

Related posts

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!