આજે થનારી કેબિનેટની બેઠક રદ થઈ ગઈ છે. તેની સાથે જ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાના સ્વપ્ન જોઇ રહેલા લાખો કર્મચારીઓને ફરી એકવાર નિરાશ થવું પડ્યું છે. હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓને અપેક્ષા હતી કે આજે થનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ને લઇ કોઇ નિર્ણય આવી જશે. પરંતુ બેઠક રદ થવાના કારણે બધાની આશા પર પાણી ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂનના અંતિમ સપ્તાહમાં નાણા મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ને લઇ કેન્દ્ર સરકારે કોઈ આદેશ જારી નથી કર્યું. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા સમાચારને ફેક કરાર દીધો હતો. નાણા મંત્રાલયના આ નિવેદનથી લાખો કર્મચારીઓને નિરાશા હાથ લાગી હતી.
નોંધનીય છે કે કોરોનાકાળના કારણે ગત એક વર્ષથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નથી કરાયો. આ વચ્ચે સમાચાર મળી રહ્યા હતા કે જુલાઈ મહિનાથી જ કેન્દ્રીય કર્મચારીઓને વધેલો ડીએ મળશે. એવામાં આ બીજી વખત છે જ્યારે કેબિનેટ બેઠક રદ થવાના કારમે સરકારી કર્મચારીઓ નિરાશ થયા છે.

કેટલો ડીએ મળશે
પહેલા સરકારી કર્મચારીઓને 17 ટકા ડીએ મળતો હતો, પરંતુ ગત વર્ષે જાન્યુઆરી 2020માં તેમા 4 ટકાનો વધારો થયો. ત્યારબાદ ડીએને જૂન 2020માં ફરી 3 ટકા વધારી દીધો. ત્યારબાદ જાન્યુઆરી 2021માં પણ ડીએમાં 4 ટકાનો વધારો થયો. હવે કુલ ડીએ 28 ટકા પહોંચી ગયો. તેથી એક કરોડથી વધુ કર્મચારી અને પેન્શનરને લાભ થશે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં