GSTV
Home » News » પીઓકેથી આવેલા કશ્મીરી પરિવારો માટે મોદી સરકારનું એલાન, મળશે 5.5 લાખ રૂપિયા

પીઓકેથી આવેલા કશ્મીરી પરિવારો માટે મોદી સરકારનું એલાન, મળશે 5.5 લાખ રૂપિયા

મોદી સરકારે બુધવારે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાંય મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કશ્મિરથી વિસ્થાપિત થઈને ભારતના કેટલાંય રાજ્યોમાં આવેલા 5300 કશ્મીરી પરિવારેને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર સરકાર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે જેથી તેઓ કશ્મિરમાં વસી શકે. જેની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી.

આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની લિસ્ટમાં શામેલ ન હતુ પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે તેમનું નામ લિસ્ટમાં પણ શામેલ કરવામાં આવશે અને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે.

મોદીના મંત્રીએ સમજાવ્યું કે કોને મળશે આ રકમ

જણાવી દઈએ કે આ 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવારો શામેલ છે તેમાં કેટલાંક પરિવારે 1947મા ભાગલા સમયે આવ્યા, કેટલાંક કશ્મિરના વિલય પછી અને કેટલાંક લોકો પીઓકેમાંથી ભારતમાં આવ્યા. આ પરિવારો અલગ રાજ્યોમાં વસી ગયા હતા.

2016મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PoKથી આવેલા આ લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે આ 5300 પરિવારોને લાભ મળ્યો ન હતો. જે અત્યારે કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી દીધી છે. સરકાર તરફથી આ રકમ પરિવારોને પોતાના ઘરે વસાવવા માટે પરમિશન આપવામાં આવી રહી છે.

કોણ છે આ પરિવારો

તમને જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મિરમાં પહેલા એ જ લોકો વોટ આપી શકતા હતા અથવા ચૂંટણી લડી શકતા હતા જે ત્યાંના મૂળ નાગરીકો હતા. એટલે કે વિભાજન વખતે જે લોકો જમ્મુ કાશ્મિરમાં જઈને વસ્યા હતા તેમને વોટીંગનો અધિકાર ન હતો આ સિવાય કેટલીંક જાતીઓના લોકોને અધિકારો ન હતા.

જો કે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આ નિયમો નિષ્પ્રભાવી થઈ ગયો હતો. હવે આ 5300 પરિવારોને પણ આ લાભ મળવા જઈ રહ્યાં છે જેની શરૂઆત પુર્નનિવાસ ભથ્થાની સાથે થઈ છે.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, રવી સિઝનમાં થશે મોટો ફાયદો

Mayur

દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

Mayur

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!