GSTV

મોટા સમાચાર: આવતી કાલે સાંજે 5થી 6 વાગ્યાની વચ્ચે થશે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ, કેટલાય નેતાઓને બોલાવામાં આવ્યા દિલ્હી

Last Updated on July 6, 2021 by Pravin Makwana

કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારનું કાઉંટડાઉન શરૂ થઈ ચુક્યુ છે. મોદી કેબિનેટમાં ફેરફાર થવાની ખબરો આવી રહી છે. ત્યારે હવે કેટલાય દિગ્ગજ નેતાઓ દિલ્હી આવી ચુક્યા છે.જ્યારે કેન્દ્રીય નેતા થાવરચંદ ગેહલોતને હવે રાજ્યપાલ બનાવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, પીએમ મોદી કેબિનેટમાં આવતી કાલે બુધવારે સાંજે પાંચથી 6 કલાકની વચ્ચે વિસ્તરણ થશે.

કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણની જેવી ચર્ચાઓ ચાલી કે, રાજકીય ગલીઓમાં ગરમાગરમી આવી ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, મોદી કેબિનેટમાં આ અઠવાડીયે મોટા ફેરફાર થવાના છે. આવા સમયે હર કોઈની નજર કેન્દ્રીય કેબિનેટમાં શામેલ થવાનો મોકો મળી શકે છે, તેવી લાળ ટપકાવીને બેઠા છે. જો કે, હવે ખબર આવી રહી છે કે, કેટલાય નેતાઓને દિલ્હીના તેડાં આવ્યા છે. જે દિલ્હી રવાના થઈ ગયા છે.

શા માટે થઈ રહ્યો છે આટલો મોટો ફેરફાર

મોદી સરકારના બીજા કાર્યકાલના બે વર્ષ પુરા થઈ ગયા છે. આવા સમયે આ ફેરફાર મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે. એક એ પણ કારણ છે કે, કોરોનાની બીજી લહેરે ભારતમાં જે તબાહી મચાવી છે તેના કારણે સરકારની છબી ખરડાઈ છે. આવા સમયે કેબિનેટનું વિસ્તરણ કરી કામને ગતિ આપી સમીકરણો ઠીક કરવાના જૂગાડમાં સરકાર લાગી ગઈ છે.

ફક્ત એટલુ જ નહીં પણ કેબિનેટ વિસ્તાર દ્વારા જાતિય, ક્ષેત્રિય અને પક્ષા-પક્ષીના સમીકરણો પણ જોવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી છે. આવા સમયે અહીં સૌથી મોટુ ફોક્સ રહેશે. તો વળી બિહારમાં હલચલ તેજ થઈ ગઈ છે કારણ કે અહીં ભાજપ જેડીયુ એક સાથે સત્તામાં છે. બિહારમાં સહયોગી દળને મોકો મળી રહ્યો છે. આગામી વર્ષે થનારી 5 વિધાનસભા ચૂંટણીને લઈને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પ્લાન થઈ રહ્યા છે.

current cabinet

NameMinistry
Narendra ModiMinistry of Personnel, Public Grievances and Pensions
Department of Atomic Energy
Department of Space
All important policy issues and all other portfolios not allocated to any Minister
Rajnath SinghMinistry of Defence
Amit ShahMinistry of Home Affairs
Nitin GadkariMinistry of Road Transport and Highways
Ministry of Micro, Small and Medium Enterprises
D.V. Sadananda GowdaMinistry of Chemicals and Fertilizers
Nirmala SitharamanMinistry of Finance
Ministry of Corporate Affairs
Narendra Singh TomarMinistry of Agriculture & Farmers Welfare
Ministry of Rural Development
Ministry of Panchayati Raj
Ministry of Food Processing Industries
Ravi Shankar PrasadMinistry of Law and Justice
Ministry of Communications
Ministry of Electronics and Information Technology
Thaawar Chand GehlotMinistry of Social Justice and Empowerment
Dr. Subrahmanyam JaishankarMinistry of External Affairs
Ramesh Pokhriyal ‘Nishank’Ministry of Education
Arjun MundaMinistry of Tribal Affairs
Smriti Zubin IraniMinistry of Women and Child Development
Ministry of Textiles
Dr. Harsh VardhanMinistry of Health and Family Welfare
Ministry of Science and Technology
Ministry of Earth Sciences
Prakash JavadekarMinistry of Environment, Forest and Climate Change
Ministry of Information and Broadcasting
Ministry of Heavy Industries and Public Enterprises
Piyush GoyalMinistry of Railways
Ministry of Commerce and Industry
Ministry of Consumer Affairs, Food and Public Distribution
Dharmendra PradhanMinistry of Petroleum and Natural Gas
Ministry of Steel
Mukhtar Abbas NaqviMinistry of Minority Affairs
Pralhad JoshiMinistry of Parliamentary Affairs
Ministry of Coal
Ministry of Mines
Mahendra Nath PandeyMinistry of Skill Development and Entrepreneurship
Giriraj SinghMinistry of Animal Husbandry, Dairying and Fisheries
Gajendra Singh ShekhawatMinistry of Jal Shakti

કેટલાય મંત્રીઓ પર છે એકથી વધારે પોર્ટફોલિયો

કેબિનેટ વિસ્તારનો એક મોટુ કારણ એ પણ છે કે, મોદી સરકારમાં આ વખતે કેટલીય મંત્રી એવા છે, જેની પાસે એકથી વધારે મંત્રાલય છે. પીયુષ ગોયલ, હરદીપ પુરી સહિત કેટલાય મંત્રીઓના નામ તેમાં શામેલ છે. આવા સમયે 20થી વધારે મંત્રીઓ કેબિનેટ વિસ્તાર દ્વારા મંત્રી મંડળમાં શામેલ થઈ શકે છે, તો વળી વધારાનો પ્રભારવાળા મંત્રીઓ પરથી બોઝ ઓછો થશે.

Ministers of State (Independent Charge)

NameMinistry
Santosh Kumar GangwarMinistry of Labour and Employment
Rao Inderjit SinghMinistry of Statistics and Programme Implementation
Ministry of Planning
Shripad Yesso NaikMinistry of Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH)
Jitendra SinghMinistry of Development of North Eastern Region
Kiren RijijuMinistry of Youth Affairs and Sports
Prahalad Singh PatelMinistry of Culture
Ministry of Tourism
Raj Kumar SinghMinistry of Power
Ministry of New and Renewable Energy
Hardeep Singh PuriMinistry of Housing and Urban Affairs
Ministry of Civil Aviation
Mansukh L. MandaviyaMinistry of Shipping

આ સહયોગી દળને મહત્વ મળવાની શક્યતા

 • જનતા દળ- બિહાર
 • લોકજનશક્તિ પાર્ટી- બિહાર
 • અપના દળ-ઉત્તર પ્રદેશ

આ રાજ્યો પર રહેશે ફોક્સ

 • ઉત્તર પ્રદેશ
 • મહારાષ્ટ્ર
 • બિહાર
 • પશ્ચિમ બંગાળ
 • અન્ય ચૂંટણીવાળા રાજ્ય
સ્વામી

મંત્રી બનવાના લિસ્ટમાં કોનું નામ આગળ

 • જ્યોતિરાદિત્ય સિંધિયા
 • સર્વાનંદ સોનોવાલ
 • નારાયણ રાણે
 • શાંતનુ ઠાકુર
 • પશુપતિ પારસ
 • સુશીલ મોદી
 • રાજીવ રંજન
 • સંતોષ કુશવાહા
 • અનુપ્રિયા પટેલ
 • વરુણ ગાંધી
 • પ્રવીણ નિષાદ

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની પટકથા તો કેટલાય સમયથી લખાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી હાલમાં જ વરિષ્ઠ મંત્રીઓ સાથે કેટલીય વખત મનોમંથન કરી ચુક્યા છે. આ ઉપરાંત પાર્ટી સ્તરના કેટલાય લોકો સાથે બેઠકો થઈ છે. આવા સમયે કેબિનેટ વિસ્તારની વાતો ચગી હતી, જે હવે ચરમસીમાએ છે.

READ ALSO

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!