GSTV

મોટો નિર્ણય / મોબાઈલ સિમ કાર્ડ લેવા માટે હવે નહિ ભરવું પડે ફોર્મ, ડિજિટલ KYCને મળી મંજૂરી

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં બુધવારે મોટી નિર્ણય લેવામાં આવ્યો. મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને મંજૂર કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મોદી કેબિનેટે ઓટો અને ઓટો કમ્પોનેન્ટ સેક્ટર માટે પણ પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત દેશમાં ડ્રોન માટે પણ પીએલઆઇ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.

સિમ

દેશના જીડીપીમાં ઓટો સેક્ટરનો હિસ્સો 12 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે. જે હાલમાં 7.1% છે. મોદી કેબિનેટે બુધવારે ઓટો સેક્ટર માટે 26,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. મોદી સરકારને આશા છે કે કેબિનેટનો આ નિર્ણય આગામી ત્રણ વર્ષમાં ડ્રોન ક્ષેત્રે 5000 કરોડનું રોકાણ લાવી શકે છે.

ઓટો સેક્ટરમાં મોટી રાહત

મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ઓટો સેક્ટર માટે PLI સ્કીમને મંજૂરી મળી ગઈ છે. ઓટો, ઓટો કમ્પોનેન્ટ, ડ્રોન ઇન્ડસ્ટ્રી માટે PLI સ્કીમ શરૂ કરવામાં આવી છે. મોદી સરકારે આ ત્રણ સેક્ટર માટે 26058 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેનાથી ઓટોમોબાઇલ સેક્ટરને બુસ્ટ મળશે અને 7.60 લાખથી વધુ લોકોને રોજગાર મળશે. આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં વિદેશી રોકાણ વધવાની આશા છે.

પ્રદૂષણ

જીડીપીમાં વધશે ઓટો સેક્ટરની ભાગીદારી

PLI સ્કીમની જાહેરાતની સાથે મોદી સરકાર જીડીપીમાં ઓટો ક્ષેત્રની ભાગીદારી 12% જેટલી વધારવા માંગે છે. જે હાલ 7.1% જેટલી છે. એટલે ભારતના ઓટો અને કમ્પોનેન્ટ બજાર માટે PLI સ્કીમ લાવવામાં આવી છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે તેનાથી ભારતને ગ્લોબલ પ્લેયર બનવામાં મદદ મળશે. તેમને કહ્યું કે, ‘હાલ લગભગ 17 આરબ ડોલરના કમ્પોનેન્ટ વિદેશ માંથી આવે છે, સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આ કમ્પોનેન્ટ ભારતમાં જ બનાવવામાં આવે. PLI સ્કીમથી આયાત ઓછી કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે PLI સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવેલ કંપનીઓએ 5 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. રોકાણની મર્યાદા જડી જુદી હશે. આ ઈન્સેન્ટિવ પાંચ વર્ષ સુધી મળતું રહેશે.

ભારતમાંથી વિશ્વમાં ટેક્નોલોજીની નિકાસ

ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજિટલ ફોર્મેટમાં સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકોનું વેરિફિકેશન કરવામાં આવશે. દર વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓક્શન કરવામાં આવશે. પ્રીપેડ માંથી પોસ્ટ પેડમાં જવા પર ફરીથી KYC નહીં કરવામાં આવે. સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર ટાવરનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. 1953ના નોટિફિકેશનના હિસાબે લાયસન્સ રાજ ખતમ થઇ ગયું છે. ઇકવીપમેન્ટ ખરીદવામાં હવે કોઈ તકલીફ નહીં પડે. સરકાર ઈચ્છે છે કે સતત બદલતી ટેક્નોલોજીના આ સમય કંપનીઓ 4g/5g ટેક્નોલોજી ભારતમાં ડિઝાઇન કરીને તેને દુનિયાભરમાં નિકાસ કરે.

100 ટકા એફડીઆઈ ઓટોમેટિક રૂટ્સથી અનુમતિ

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ટેલિકોમ સેક્ટરમાં હાઈ 100% ઓટોમેટિક રુટથી રોકાણ કરાવી શકાય. ટેલિકોમ શેરિંગમાં કોઈ બંધન ન હોય તે માટે સ્પેક્ટ્રમ શેરિંગને સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે.

4 વર્ષ માટે લોન ચુકવણીમાં મુક્તિ

ટેલિકોમ સેક્ટરમાં હાલે જેટલા પણ બાકી લેણાં, જેટલી પણ કંપનીઓ પર બાકી લેણાં છે તેના માટે 4 વર્ષનું મોરેટોરિયમ મંજૂર કરવામાં આવ્યા છે. મોરેટોરિયમ અમાઉન્ટ પર ડ્યુ આપવાનું રહેશે. આ માટે વ્યાજ દર MCLR રેટ + 2 % છે. બેંકની બેલેન્સ સીટમાં ટેલિકોમ સેક્ટરથી સંકળાયેલ જે પણ એક્સપોઝર હતા તે ઓછા કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે નોન ટેલિકોમ કારોબારને AGRની મર્યાદામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. વ્યાજદરોમાં રાહત પણ આપવામાં આવી છે. પેનલ્ટીને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવી છે.સ્પેક્ટ્રમ શુલ્કનું ચુકવણું 30 વર્ષમાં કરવામાં આવશે. બિઝનેસ મોડલમાં ફેરફાર થયા બાદ સ્પેક્ટ્રમને સરેન્ડર કરવામાં આવી શકે છેમ સ્પેક્ટ્રમ શેરીંગમાં કોઈ બંધન નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

કેમ આવ્યા નાગાલેન્ડમાં તમામ રાજકીય પક્ષો એકસાથે? શું છે આગળની યોજના? વાંચો વિગતવાર અહેવાલ

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!