GSTV
Home » News » ખેડૂતોની દિવાળી સુધરી જશે, મોદી સરકારે અાપી મોટી ગિફ્ટ

ખેડૂતોની દિવાળી સુધરી જશે, મોદી સરકારે અાપી મોટી ગિફ્ટ

દેશમાં અાગામી લોકસભાની ચૂંટણીને લઇને મોદી સરકાર ખેડૂતોને ખુશ કરવામાં પાછીપાની કરી રહી નથી. ખરીફ બાદ રવી પાકના ટેકાના ભાવમાં સરકારે ઉત્પાદન ખર્ચના ૫૦થી ૧૧૨ ટકા વધુ ભાવ જાહેર કર્યા છે. હાલમાં ખેડૂતો મોદી સરકારની નાખુશ છે ત્યારે સરકારે ખેડૂતોને દિવાળી ગીફ્ટ અાપી છે.  લઘુતમ ટેકાના ભાવ, લોનમાફી સહિતની માગણીઓના સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર દેખાવોને પગલે કેન્દ્રની મોદી સરકારે બુધવારે રવી પાકના લઘુતમ ટેકાના ભાવો વધારવાની જાહેરાત કરી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટે વર્ષ ૨૦૧૮-૧૯ની રવી સિઝન માટે ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા ૧૦૫, મસૂરમાં રૂપિયા ૨૨૫, સૂર્યમુખીમાં રૂપિયા ૮૪૫ અને કઠોળમાં રૂપિયા ૨૨૦ પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે.

એમએસપી ઉત્પાદન ખર્ચના ૫૦થી ૧૧૨ ટકા વધુ

કૃષિ સલાહકાર સંસ્થા સીએસીપી અને ખેડૂતોને તેમના ખર્ચ કરતાં દોઢા ટેકાના ભાવ આપવાની સરકારની જાહેરાતના સંદર્ભમાં રવી સિઝનના પાકો માટે આ વધારો જાહેર કરાયો છે. કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બે ઘણી કરવાનું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરસો પર ખેડૂતોનો ખર્ચ 2212 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આવે છે અને સરકારે તેની એમએસપી 4200 રૂપિયાથી વધારે નક્કી કરી છે. તમામ રવી પાકની એમએસપી ઉત્પાદન ખર્ચના ૫૦થી ૧૧૨ ટકા વધુ છે.
ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે
ઘઉંની એમએસપી 112 ટકા, ચણાની 75 ટકા, સરસોની 89 ટકા ખર્ચ મૂલ્યથી ભાવ વધારવામાં અાવ્યા છે. બજેટમાં મોદી સરકેર ખેડૂતોને તેમની લાગત કિંમતમાં ઓછામા ઓછા દોઢ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. આ વાયદાને પૂર્ણ કરતા તેઓએ આ વર્ષે જુલાઈમાં ડાંગર સહિત તમામ ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરના ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે.  કેન્દ્રની મોદી સરકારે રવી પાકનું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારી દીધુ છે. કેબિનેટની બેઠકમાં ઘઉં, ચણા, સરસો, જવ અને મેસુરની એમએસપીમાં વધારાને મંજૂરી મળી ગઈ છે. ખેડૂતોની સમસ્યા માટે બનાવવામાં આવેલી નવી સમિતિએ જણાવ્યું કે, ખેડૂતોની સમસ્યા માટે રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની અધ્યક્ષતામાં 9 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.
કયા આધાર પર નક્કી થઈ કિંમત?

કૃષિ ખર્ચ એને મૂલ્ય આયોગ(CACP)ની ભલામણના આધાર પર જ કેબિનેટે એમએસપી વધારવાની મંજૂરી આપી છે. સીએસપીએ ઘઉંના સમર્થન મૂલ્યમાં 105 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જ્યારે સરસોના સમર્થન મૂલ્યમાં 200 રૂપિયા પ્રતિ ક્વિંન્ટલના વધારાનો પ્રસ્તાવ હતો. આ રીતે ચણામાં 220 રૂપિયા, મસૂર દાળમાં 225 રૂપિયા, જવમાં 30 રૂપિયા અને સૂરજમુખીના સમર્થન મૂલ્યમાં 845 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વધારાનો પ્રસ્તાવ આપ્યો હતો. CACP પ્રસ્તાવ સ્વીકાર થયા બાદ ઘઉંનું સમર્થન મુલ્ય વધીને 1840 રૂપિયા, જવનું 1440 રૂપિયા અને ચણાનું 4660 રૂપિયા, મસૂરનું 4475 રૂપિયા, સરસોનું 4200 રૂપિયા અને સૂરજમુખીનું 4945 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.

શું હોય છે એમએસપી?
ખેડૂતોની તેમના પાકના ખર્ચથી વધારે પૈસા મળે, તેના માટે ભારત સરકાર દેશભરમાં એક ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) નક્કી કરે છે. ખરીદદાર ન મળવા પર સરકાર એમએસપી પ્રમાણે નક્કી કરેલી રકમ ચૂકવી ખેડૂત પાસેથી પાક ખરીદી લે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા જારી કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જાહેર કરાયેલા પાકના લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતોની આવકમાં રૂપિયા ૬૨,૬૩૫ કરોડનો વધારો થશે. સરકારે આ વધારા દ્વારા ખેડૂતોને ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા વધુ ટેકાના ભાવ આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે.

રવી સિઝન માટે લઘુતમ ટેકાના ભાવ

પાક            ૨૦૧૮-૧૯     ૨૦૧૭-૧૮     વધારો 

ઘઉં             ૧,૮૪૦                 ૧,૭૩૫        ૧૦૫

જવ            ૧,૪૪૦                 ૧,૪૧૦           ૩૦

ચણા           ૪,૬૨૦                 ૪,૪૦૦        ૨૨૦

મસુર           ૪,૨૭૫                ૪,૨૫૦       ૨૨૫

રાઈ            ૪,૨૦૦                ૪,૦૦૦        ૨૦૦

સૂર્યમુખી        ૪,૯૪૫             ૪,૧૦૦        ૮૪૫

(રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)

Related posts

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!