GSTV

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશના આ સરહદી વિસ્તારમાં બનશે સેન્ટ્રલ યુનિવર્સીટી

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે કેબિનેટની એક બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં આ કેબિનેટ મિટિંગમાં લેવાયેલ નિર્ણયની જાણકારી આપી હતી. ભારત સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્રીય યુનિવર્સીટીના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ઠાકુરના જણાવ્યા મુજબ, 750 કરોડ રૂપિયાના ખર્ચે આ યુનિવર્સીટી ઉભી કરવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિક યુવાનોને લાભ મળશે. યુનિવર્સીટી હથેળ લેહ કારગિલ, લદ્દાખના વિસ્તારો આવશે.

ANURAG-THAKUR કેબિનેટ

કેન્દ્રીય કેબિનેટે તેની સાથે જ લદ્દાખમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. જે સ્થાનિક વિસ્તારમાં વેપાર અને અન્ય મુદ્દાઓ પર નિર્ણય કરશે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું કે તેની સ્થાપનાથી લદ્દાખમાં ઝડપી વિકાસ થઇ શકશે. તેને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યું છે, કોર્પોરેશન પાસે 25 કરોડ રૂપિયા સુધીનું બજેટ હશે.

કેન્દ્રીય કેબિનેટે સ્ટીલ ઉદ્યોગને જોતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સ્ટીલની આયાત ઓછી કરવા માટે PLI યોજનાની જાહેરાત કરી છે. આ યોજના 6 હજાર કરોડ રૂપિયાથી વધુ હશે, જેની મદદથી 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ આવશે.

જણાવી દઈએ કે આ સમયે સંસદનું ચોમાસુ સ્તર ચાલી રહ્યા છે એવામાં સંસદ સત્ર વચ્ચે કેબિનેટની બેઠક કરવામાં આવી. ઘણીવાર કેબિનેટ બેઠક બુધવારના રોજ થાય છે. પરંતુ ગઈકાલે ઈદની રજા હોવાને કારણે આ મિટિંગ ગુરુવારે જ યોજાઈ ગઈ. ગત કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DA વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!