GSTV

કેબિનેટમાં સરોગેસી બિલને મંજૂરી, હવે કોઈ પણ મહિલા પોતાની ઈચ્છાથી બની શકશે સરોગેટ

કેન્દ્રીય મંત્રીમંડળે રાજ્યસભાની પસંદગી સમિતિની ભલામણોને સામેલ કર્યા બાદ સરોગેસી બિલને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ સંમેલનમાં કહ્યું હતું કે, રાજ્યસભા સિલેક્ટ કમિટીની ભલામણોને સામેલ કરનારા સરોગેસી બિલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

એક સંસદીય પેનલે ભલામણ કરી હતી કે, ફક્ત નજીકના સંબંધી જ નહીં, પણ પોતાની ઈચ્છાથી સરોગેસી કરનારી કોઈ પણ મહિલાને સરોગેટ રૂપથી કામ કરવાની મંજૂરી મળે. રાજ્યસભાની 23 સભ્યોવાળી સિલેક્ટ કમિટી દ્વારા સરોગેસી બિલ 2019માં આપેલી ભલામણો મુજબ 15 મોટા ફેરફાર કરી તેમાં વાંજ્યાપણાની વ્યાખ્યાને પણ સામેલ કરી છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મ્યાનમાર વચ્ચે થતી યુવતીઓની તસ્કરી, વાધને સંરક્ષણ આપવું અને અન્ય વન્યજીવોના સંરક્ષણ સાથે સાથે પેટ્રોલિયમ ઉત્પાદનો અને સંચારમાં સહયોગ માટે ત્રણ મોટા કરારની પણ મંજૂરી આપી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!