GSTV

નિર્ણય / સરકારે આ સેક્ટરમાં PLI યોજનાને મંજૂરી આપતા લાખો લોકોને મળશે રોજગારી, 5.25 લાખ લોકો થશે નોકરીભેગા

Last Updated on July 22, 2021 by Dhruv Brahmbhatt

સરકારએ ગુરૂવારના રોજ દેશમાં સ્પેશિયાલિટી સ્ટીલ સેક્ટરમાં પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે 6,322 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક ઇન્સેટિવ સ્કીમને પોતાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરએ આ વાતની જાણકારી આપી છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું કે, આ સ્કીમ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 6,322 કરોડ રૂપિયાના મૂલ્યનું પ્રોત્સાહન આપવામાં આવશે. તેનાથી 5.25 લાખ રોજગાર ઊભા થશે. તેઓને સંવાદદાતાઓએ જણાવ્યું કે, “તેનાથી મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરવા અને આયાત ઘટાડવામાં મદદ મળશે.”

આ સ્કીમથી અંદાજે 40,000 કરોડ રૂપિયા વધારાનું રોકાણ આવશે

મિનિસ્ટ્રી ઑફ સ્ટીલ તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ સ્કીમથી અંદાજે 40,000 કરોડ રૂપિયા વધારાનું રોકાણ આવશે. આ સાથે સ્પેશિયાલિટી સ્ટીલની ક્ષમતામાં 2.5 કરોડ ટનની વૃદ્ધિની આશા છે. આ યોજનાનો ગાળો પાંચ વર્ષ (2023-24 થી 2027-28) હશે.

PLI Scheme અંતર્ગત કોટેડ / પ્લેટેડ સ્ટીલ પેદાશો, ઉચ્ચ તાકાત સ્ટીલ, ખાસ પ્રકારની રેલ્સ, એલોય સ્ટીલ ઉત્પાદનો અને સ્ટીલ વાયર અને ઇલેક્ટ્રિકલ સ્ટીલ આવશે. આ સ્ટીલ ઉત્પાદનોનો ઉપયોગ રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, વાહનો અને તેના ભાગો, તેલ અને ગેસ પરિવહન માટેના પાઈપો જેવાં કે ઇલેક્ટ્રિક ઉત્પાદનો માટે થાય છે. સંરક્ષણ ક્ષેત્રમાં વપરાયેલી બોઇલર્સ, બેલિસ્ટિક અને આર્મર શીટ્સ, હાઇ સ્પીડ રેલ્વે લાઇન, ટર્બાઇન સાધનો, પાવર ટ્રાન્સફોર્મર અને ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિકલ સ્ટીલમાં કરવામાં આવે છે.

મૂલ્યવર્ધિત સ્ટીલ પ્રોડક્ટ્સનું મોટા પ્રમાણમાં ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે

મિનિસ્ટ્રી અનુસાર, મૂલ્યવર્ધિત સ્ટીલ પ્રોડક્ટ્સનું મોટા પ્રમાણમાં ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે. Scheme અંતર્ગત પાત્ર વિનિર્માતાઓના વધેલા ઉત્પાદન પર 4થી 12 ટકાની વચ્ચે ઇન્સેટિવ આપવામાં આવશે. સ્ટેટમેન્ટ અનુસાર, ભારતમાં ચિન્હિત સ્પેશિયલ સ્ટીલ ગ્રેડના નિર્માણમાં લાગેલી રજીસ્ટર કોઇ પણ કંપની યોજનામાં ભાગ લેવા માટે પાત્ર હશે.

મંત્રાલયએ જણાવ્યું કે, સ્પેશિયાલિટી સ્ટીલ માટે PLI યોજના અંતર્ગત કંપનીઓએ એ સુનિશ્ચિત કરવાનું છે કે, વિશેષ સ્ટીલ બનાવવામાં વપરાતા મૂળભૂત સ્ટીલને દેશની અંદર ‘પીગળાવવામાં અને ઢાળવામાં’ આવશે. આનો અર્થ એ છે કે, સ્પેશિયાલિટીનું વિનિર્માણ કરવા માટે વપરાતો કાચો માલ ભારતમાં જ બનાવવામાં આવશે. આ જ રીતે પૂર્ણ રૂપથી ઉત્પાદનનું વિનિર્માણ દેશમાં સુનિશ્ચિત થઇ શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

આવતા સપ્તાહે ICICI બેન્કના સર્વિસ ચાર્જમાં થવાના છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!