GSTV
Home » News » ભારતની આ બની ગઈ સૌથી પાવરફૂલ એજન્સી : વિદેશમાં પણ કરી શકશે તપાસ, મોદીએ આપી લીલીઝંડી

ભારતની આ બની ગઈ સૌથી પાવરફૂલ એજન્સી : વિદેશમાં પણ કરી શકશે તપાસ, મોદીએ આપી લીલીઝંડી

કેન્દ્રીય કેબિનેટે દેશ અને વિદેશમાં આતંકવાદી મામલાઓની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને વધારે મજબૂત બનાવવા માટે બે કાયદાઓમાં સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે અનલૉફૂલ એકટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ એટલે કે ગેરકાયદેસર ગતિવિધિ અટકાવતા કાયદામાં સંશોધનની મંજૂરી આપી છે જે અંતર્ગત હવે આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકવાદી જાહેર કરી શકાશે. તો એનઆઇએ કાયદામાં પણ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે જે બાદ હવે એજન્સી ભારતની બહાર પણ ભારતીય નાગરિકો અથવા તો તેમના હિતોને નુકસાન પહોંચવાની સ્થિતિમાં મામલો નોંધીને તપાસ કરી શકશે.

સંશોધન બિલ આવ્યા બાદ એજન્સીની પહોંચ વધી જશે

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સંશોધન બિલ આવ્યા બાદ એજન્સીની પહોંચ વધી જશે. એનઆઇએ એક્ટમાં અનેક નવા અપરાધોને પણ જોડવામાં આવી રહ્યાં છે. જેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66 F અંતર્ગત નોંધવામાં આવતા સાયબર ટેરરિઝમની સાથે સાથે કલમ 370 અને 371 અંતર્ગત આવતા માનવ તસ્કરી સંબંધિત આઇપીસી અપરાધ પણ સામેલ છે જેમાં ઘણી વખત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય લિંક હોય છે. એનઆઇએ કાયદો અને અનલૉફૂલ એકટિવિટીઝ પ્રિવેન્શન એક્ટમાં સંશોધન કરવા માટે આગામી થોડા દિવસોમાં સંસદમાં જુદાં જુદાં બિલ રજૂ કરવામાં આવશે.

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!