GSTV
Gujarat Government Advertisement

Breaking: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Last Updated on September 21, 2020 by Pravin Makwana

ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ સંસદમાં પાસ થયા છે. ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જોઈએ તો, કેન્દ્ર સરકારે રવિ પાકની એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, દેશના કેટલાય ભાગોમાં એમએસપીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા બે બિલમાં એમએસપીને ફિક્સ નહીં કરવાનો નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે અને પાકોની સરકારી ખરીદી પણ ચાલુ રહેશે.

આપને જણાવી દઈએ કે, નવા બિલમાં ખેડૂતોને પોતાના પાક ક્યાંય વેચવાની છૂટ આપવામાં આવી છે. જેમાં માર્કેટ યાર્ડ પર નિર્ભર રહેશે. જો કે, પંજાબ-હરિયાણામાં માર્કેટ યાર્ડનું નેટવર્ક સૌથી વધારે છે. ખેડૂતોની સામે એમએસપી પ્રાઈઝને લઈને પણ અવઢવ છે. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે.

ઘઉમાં 2009-14માં MSPનાં હિસાબથી 168201.625 કરોડ રૂપિયા ખરીદીમાં ખર્ચ કરવામાં આવ્યા છે. તો 2014-19માં 2,39,183.98 કરોડ રૂપિયાની ખરીદી થઈ, એટલેકે, 42%નો વધારો થયો.

 • રવી સિઝન-શિયાળુ પાકોનાં ટેકાનાં ભાવમાં વધારો
 • ઘઉંમાં રૂ.૫૦ વધીને રૂ.૧૯૭૫
 • ચણામાં રૂ.૨૨૫ વધીને રૂ.૫૧૦૦
 • રાયડામાં રૂ.૨૨૫ વધીને રૂ.૪૬૫૦
 • મસૂરમાં રૂ.૩૦૦ વધીને રૂ.૫૧૦૦
 • જવમાં રૂ.૭૫ વધીને રૂ.૧૬૦૦ પ્રતિક્વિન્ટલથયા

49,000 કરોડ એમએસપી 5 વર્ષમાં ચૂકવી


રાજ્યસભામાં બંને બીલો પર ચર્ચા દરમિયાન કૃષિ પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે વર્ષ 2009-14ની તુલનામાં છેલ્લા પાંચ વર્ષમાં કઠોળના પાક માટે ખેડૂતોને એમએસપી ચુકવણી 75 ગણી વધી છે. છેલ્લા 5 વર્ષમાં 645 કરોડની સરખામણીમાં 49,૦૦૦ કરોડની એમએસપી ચૂકવવામાં આવી છે. એ જ રીતે, २००9-14ની તુલનામાં, તેલીબિયાં અને કોપરા ખેડૂતો માટેના એમએસપી ચુકવણીમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 10 ગણો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં, રૂ. 2460 કરોડની સામે 25,000 કરોડ રૂપિયાની એમએસપી ચૂકવવામાં આવી હતી. તોમારે જણાવ્યું હતું કે આ વર્ષે રવી 2020માં ખેડૂતો, ઘઉં, ડાંગર, કઠોળ અને તેલીબિયાં સહિતના એક લાખ 13 હજાર કરોડ રૂપિયા એમએસપી તરીકે ચૂકવવામાં આવ્યા હતા. પાછલા વર્ષ કરતા આ રકમ 31 ટકા વધારે છે.

Commission for Agricultural Costs and Prices ની ભલામણોને માનતા મોદી સરકારે રવિ પાકની એમએસપીમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય લીધો છે.

ટેકાના ભાવ શું કામ


કેન્દ્ર સરકાર કૃષિના ટેકાના ભાવ અને તથા તે સંબંધિત મૂલ્ય માટે મળેલી ભલામણો પર તથા અમુક પાકની વાવણી સંબંધિત પહેલા સમર્થન મૂલ્યની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને એ વિશ્વાસ બેસે છે કે, બજારમાં તેમના પાકની કિંમત ઘટવા છતાં સરકાર તેમને નિશ્ચિત ભાવ આપશે. જે અંતર્ગત સરકાર તેમનું નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરતી હોય છે.

શા માટે જરૂરી છે MSP


જો કે, તમામ સરકારો ખેડૂતોને આનો લાભ આપતા નથી. હાલમાં બિહાર અને મધ્યપ્રદેશમાં સૌથી ખરાબ હાલત છે. જ્યાં ખેડૂતોને એમએસપી નથી મળતી. આમ પણ શાંતા કુમાર સમિતિએ પોતાનો રિપોર્ટ બનાવ્યો હતો કે, ફક્ત 6 ટકા ખેડૂતોને જ એમએસપીનો લાભ મળી શકે છે. એટલે કે, 94 ટકા ખેડૂતો માર્ટેક પર ડિપેન્ડ છે.

MSP નક્કી કરવાનો આધાર

 • કૃષિ ખર્ચ અને મુલ્ય આયોગ ન્યૂનતમ સમર્થન મૂલ્યની ભલામણ કરે છે,
 • તે અમુક વાતોને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરે છે. ઉત્પાદનનો ખર્ચ શું થાય છે.
 • -પાકના ઉત્પાદનમાં વપરાતા સાધોનોની કિંમતમાં કેટલો ફેરફાર થયો
 • -બજારમાં હાલની શું કિમત છે
 • -માગ અને આવકની સ્થિતી
 • -રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્થિતી કેવી છે

2020-21માં 30.1 લાખ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક

સારા ચોમાસાને લીધે સરકારને આશા છે કે આ વર્ષે અનાજનું ઉત્પાદન ગયા વર્ષ કરતા વધુ સારૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારે વર્તમાન પાક વર્ષ 2020-21 એટલે કે જુલાઈ 2020 થી જૂન 2021 ની વચ્ચે 301 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક આપ્યો છે, જે પાછલા વર્ષ કરતા લગભગ 2% વધારે છે. 2020-21માં સરકારે 11.96 મિલિયન ટન મુખ્ય અનાજનું ઉત્પાદન લક્ષ્ય રાખ્યું છે. તે જ સમયે, 108 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન લક્ષ્ય જોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સોમવારે પાક વર્ષ 2019-20 જુલાઇ-જૂન) ના ચોથા એડવાન્સ ઉત્પાદન અંદાજને આગળ મૂક્યો છે. આ આગોતર ઉત્પાદનના અંદાજ મુજબ, દેશમાં ગયા પાક વર્ષમાં અનાજનું ઉત્પાદન 296.6 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે ઘઉંના લગભગ 10.76 મિલિયન ટન અને ચોખા અને ડાંગરના 11.84 મિલિયન ટન છે.

સારા ચોમાસાને લઈ વિવિધ પાકનું બંપર ઉત્પાદન થવાની આશા

ચોથા આગોતરા ઉત્પાદનના અંદાજ મુજબ, વર્ષ 2019-20માં કઠોળના પાકનું કુલ ઉત્પાદન 231.5 લાખ ટન અને તેલીબિયાંનું ઉત્પાદન 334.2 લાખ ટન હોવાનો અંદાજ છે. વર્તમાન પાક વર્ષ 2020-21, જુલાઈ-જૂન માં 11.16 મિલિયન ટન ચોખા અને 108 મિલિયન ટન ઘઉંનું લક્ષ્ય રાખીને 30.1 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અન્ય પાક પૈકી, મકાઈના ઉત્પાદનનું લક્ષ્યાંક 2020-21માં 290 લાખ ટન, બરછટ 478 લાખ ટન, કઠોળના પાકના 26 લાખ ટન, જેમાં 370 લાખ ટનનું લક્ષ્ય છે.

આ વર્ષે સારા ચોમાસાને કારણે વાવણી ક્ષેત્ર નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં પણ વધારો થવાનો અંદાજ છે. તે જ સમયે, કોરોના કટોકટી દરમિયાન, ગામડાઓમાં કૃષિ કાર્યને છૂટ આપીને પણ ફાયદો થયો છે. વૃદ્ધિના આંકડા અને કોર્પોરેટ અંદાજ મુજબ, ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે શહેરો કરતા સરસ પ્રદર્શન કર્યું છે.

ગત વર્ષે 23 ઓક્ટોબરે થઈ હતી રવિ પાકની એમએસપી જાહેર


ઓક્ટોબરના બીજા પખવાડીયામાં જાહેર થતી હતી, આ વખતે તે સપ્ટેમ્બરમાં થઈ રહી છે. કૃષિ મંત્રાલય આમ તો રવિ પાક જેવા કે, ઘઉં, સરસવ અને દાળના વાવેતર માટે સિઝનની શરૂઆતમાં જ એમએસપીની જાહેરાત કરે છે. જ્યારે સરકાર આ પ્રકારની જાહેરાત કરે છે, તેને જોઈને ખેડૂતો પોતાનું વાવેતર કરતા હોય છે, ક્યાં પાકનું વાવેતર કરવુ જોઈએ. નવી એમએસપી પર ખરીદી માટે રવિ પાકનું માર્કેટિંગ આગામી વર્ષે 1 એપ્રિલ થી શરૂ થશે.

ખેડૂતોને 1.13 લાખનું ચુકવણી

એક અધિકારીએ જણાવ્યુ હતું કે, રવિ પાકની એમએસપી વધારીને 2018-19ના બજેટમાં સિદ્ધાંત રાખવામાં આવ્યો છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવુ છે કે, રવિ પાક માટે 2020માં ખેડૂતોને 1.13 લાખનું ચુકવણી કરવામાં આવી છે.જે હત વર્ષ કરતા 31 ટકા વધારે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!