GSTV
India News

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની બોલાવી હતી. જેમાં એક મહત્વમો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ગરીબ અન્ન કલ્યાણ યોજનાને આગામી 6 મહિના માટે લંબાવવામાં આવી છે. મોદી કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આ યોજના 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જે પહેલાં સ્કીમ 31 માર્ચનાં રોજ સમાપ્ત થઈ રહી હતી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે PMGKAY) કોરોના મહામારીમાં લગાવેલા લોકડાઉન બાદ આ યોજના શરૂ કરી હતી. આ માટે સરકારે 1.70 કરોડની રકમ ફાણવળી ફાણવણી કરી હતી. આ  યોજના હેઠળ ગરીબોને વ્યકિતદીઠ 5 કિલોના દરે મફત અનાજ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે યુપીનાં સીએમ પદનાં સમારોહમા મોદી કેબિનેટ લખનઉમાં હતું. જો કે દિલ્હી પરત ફર્યા બાદ પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી હતી નોંધનીય છે કે, અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં કેબિનેટની આ બેઠકના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક સાંજે 4:30 કલાકે બોલાવવામાં આવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારે યોજાતી હોય છે, પરંતુ શનિવારે આ બેઠક કયા હેતુથી બોલાવવામાં આવી હતી તેના પર સૌની નજર મંડાયેલી છે

READ ALSO

Related posts

પાકિસ્તાનના હાલ બેહાલ / આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન ચોતરફથી ઘેરાયું, પેશાવરમાં આંતકી હુમલો

Hardik Hingu

કર્ણાટકની ચૂંટણીમાં ફરી ત્રિપાંખિયો જંગ? JDS વધારી રહી છે BJP અને કોંગ્રેસની ચિંતા

Kaushal Pancholi

બિહારમાં શું ઉપેન્દ્ર કુશવાહા આ વખતે ભજવશે ચિરાગ પાસવાનની ભૂમિકા? આ છે બીજેપીની રણનીતિ

HARSHAD PATEL
GSTV