GSTV

પીએમ મોદી મોહન ભાગવતથી હિંદુ સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

મોદીએ અયોધ્યામાં ભૂમિપૂજન પછી કરેલા પ્રવચનમાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલા કોઈનો પણ ઉલ્લેખ ના કર્યો. તેના બદલે સોશિયલ મીડિયા પર એવું ચિત્ર ઉભું કરવા કોશિશ કરાઈ કે, રામમંદિર માત્ર ને માત્ર મોદીના કારણે શક્ય બન્યું છે. આ વલણ સામે હિંદુવાદી સંગઠનો નારાજ છે પણ આ નારાજગી વ્યક્ત કરવાની કોઈનામાં હિંમત નથી.

હિંદુવાદી સંગઠનોને અપેક્ષા પર પાણી ફરી વળ્યું

હિંદુવાદી સંગઠનોને અપેક્ષા હતી કે, મોદી તેમના પ્રવચનમાં વ્યક્તિગત રીતે કોઈનો ઉલ્લેખ ના કરે તો કંઈ નહીં પણ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતનાં સંગઠનોએ રામમંદિરના મુદ્દાને રાષ્ટ્રીય બનાવવામાં આપેલા યોગદાનની પ્રસંશા કરશે. આ સંગઠનોના કારણે ભાજપને મોટો રાજકીય ફાયદો થયો અને રામમંદિર મુદ્દે હિંદુઓની તરફેણમાં જ ચુકાદો આવે એવો માહોલ પેદા થયો તેથી મોદી તેમને વખાણશે. તેમના આશ્ચર્ય અને આઘાત વચ્ચે મોદીએ તેમનો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો.

મોહન ભાગવતે પણ કર્યો એકપણ હિન્દૂ સંગઠનનો ઉલ્લેખ

હિંદુવાદી સંગઠનો મોહન ભાગવતના પ્રવચનથી પણ નિરાશ છે. ભાગવતે પણ પોતાના પ્રવચનમાં આ સંગઠનોની ભૂમિકા વિશે કશું ના કહ્યું. તેના બદલે સંઘના કારણે રામમંદિર શક્ય બન્યું હોય એવી વાત કરી.

MUST READ:

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!