વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ટાર્ગેટ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે આ બંને પક્ષોને જનતા સાથે કોઈ લેવા દેવા જ નથી અને તેમને પરિવારની જ પડી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ અને જેડીએસની પ્રાથમિકતા સ્વયં પોતે છે અને પરિવાર છે. મોદીએ કહ્યું કે આ બંને પક્ષોનું મિશન કમિશન છે.
મોદીએ જણાવ્યું હતું કે એચડી દેવગૌડાના પુત્રે કહ્યું કે જો મોદીની ફરીથી કેન્દ્રમાં સરકાર બનશે તો તે રાજકારણમાંથી નિવૃત્તી લઈને સંન્યાસ ધારણ કરશે. 2014ની ચૂંટણીમાં સ્વામી દેવગૌડાએ કહ્યું હતું કે જો મોદી વડાપ્રધાન બનશે તો હું સંન્યાસ લઈ લઈશ. તેણએ લીધો શું? મોદીએ આગળ કહ્યું કે પુત્ર પણ લેશે ખરા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી પર પણ બે કટાક્ષ કર્યા હતુાં. તેમણે કહ્યું કે અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓને બે વખત ભોજન મળતું નથી તેઓ લશ્કરમાં જાય છે. શું આ આપણા બહાદુર સૈનિકનું અપમાન નથી?
READ ALSO
- ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે દેશની સૈન્ય તાકત અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક
- ઉત્તર ભારત ઠંડુગાર: હજુ વધશે ઠંડીનું જોર,મનાલીમાં માઇનસ 3.3 અને માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી
- મોદીએ કર્યુ ક્લાઇમેટ ચેન્જ સમિટનું સંબોધન :કહ્યું, અમારા લક્ષ્યો ફક્ત ભારત સુધી મર્યાદિત નથી
- દુર્લભ/ ભારતના આ જંગલમાં મળી દુર્લભ બિલાડી, કિંમત જાણીને રહી જશો દંગ, આ છે ખાસિયત
- ભારતીય યુઝર્સ સાથે Whatsappનો ભેદભાવ નહીં ચલાવાય : નવી પોલીસીને લઇને કેન્દ્ર સરકારે લગાવ્યો આ આરોપ