GSTV
Home » News » મોદીનું પાટીદાર પોલિટિક્સ, 4 માર્ચે કડવા અને 5 માર્ચે લેઉવાના બનશે મહેમાન

મોદીનું પાટીદાર પોલિટિક્સ, 4 માર્ચે કડવા અને 5 માર્ચે લેઉવાના બનશે મહેમાન

લોકસભાની ચૂંટણીના ઘંટારવ વચ્ચે PM મોદી 4થી અને 5મી માર્ચે ગુજરાતના પ્રવાસે છે. મોદી સારી રીતે જાણે છે કે, હાલમાં નારાજ પાટીદાર સમાજ લોકસભામાં ભાજપને મોટો ફટકો આપી શકે છે. એટલે મોદીએ ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કડવા અને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્રોને આધાર બનાવ્યા છે. ગુજરાતમાં ભાજપે બઢત મેળવવી હોય તો પાટીદાર સમાજની નારાજગી પોષાય તેમ નથી. જેથી મોદીએ આ બંને આમંત્રણો પીએમ હોવા છતાં સ્વીકારી લીધા છે. જેઓ 4 અને 5 માર્ચે ગુજરાતમાં છે.

5 લાખ કડવા પાટીદાર હાજર રહેશે

અમદાવાદમાં નિર્માણ પામનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું 4 માર્ચે બપોરે 3 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાસપુરમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે 15 દેશના પ્રતિનિધિઓ અને 5 લાખ લોકો ઉપસ્થિત રહેશે. તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું હતું. ભૂમિપૂજનના દિવસે 5555 પાટલા સાથે એકસાથે દેશવિદેશના લોકો પૂજન કરશે. જ્યારે મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામ ખાતે 100 વીઘાં જમીનમાં 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે એમ્પાવરમેન્ટ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાના ભાગરૂપે બેઠક યોજાઈ હતી, જેમાં 2500થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં 5મી માર્ચે લેઉવા પટેલોની આસ્થાનું સ્થાન અન્નપુર્ણાધામના મૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવમાં ભાગ લેવાના છે. જેમાં અંદાજે રાજ્યભરમાંથી 25 હજારથી વધુ લેઉવા પાટીદારો પધારવાના છે. પંચધાતુમાંથી બનેલું અન્નપૂર્ણાધામ મંદિર ગાંધીનગરના અડાલજ નજીક આકાર પામી રહ્યું છે. જે વિશ્વનું પ્રથમ ધાતુ નિર્મિત મંદિર છે.

આ સુવિધાઓનો મળશે લાભ

મંદિરના ટ્રસ્ટી ડી. એમ. ગોલ, સંયોજક આર. પી. પટેલ અને મુખ્ય સંયોજક સી. કે. પટેલના જણાવ્યા અનુસાર, એમ્પાવરમેન્ટ હબ ખાતે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, વર્કિંગ વુમન સહિત વિવિધ છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એનઆરઆઈ ભવન, સંગઠન ભવન, અદ્યતન સિનિયર સિટીઝન્સ ભવન, કન્યા-કુમાર વર્કિંગ વીમેન હોસ્ટેલ, હેલ્થ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર કેર યુનિટ ભવન વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

પાંચ વર્ષમાં 1 હજાર કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે

ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે, જેમાં સામાજિક સમરસતાને મજબૂત કરવાની સાથે વ્યસનમુક્તિ અને બેટી બચાવો અભિયાન હેઠળ વિવિધ કાર્ય થશે. તદુપરાંત પાંચ વર્ષમાં 1 હજાર કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે અને 2 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરાશે. ઉમિયા માતાનું વિશ્વના વિખ્યાત મંદિરો પૈકી સૌથી મોટું મંદિર શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવશે. અતિ મોડર્ન આરોગ્ય ભવન પણ બનાવવામાં આવશે. યુવા વર્ગ માટે કલ્ચર ક્લબ અને યોગ સંકુલનું નિર્માણ થશે તેમજ સૌથી મોટું એનઆરઆઈ ભવન પણ બનાવવામાં આવશે. ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે.

Related posts

ઠાકોર સમાજ લડી લેવાની તૈયારીમાં : અલ્પેશ સામે મગનજી ઠાકોરને ઉભા કરી ફાળો એકત્ર કર્યો

Mayur

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur

મુંબઈમાં અમિત શાહનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં NDA સરકાર બનવાનું નક્કી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!