GSTV

મોદી-મમતા વચ્ચે માત્ર 5 ફૂટનું અંતર છતાં વાત તો દૂર, એકબીજા સામે જોવાની પણ તસ્દી ના લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્મિમ બંગાળના પ્રવાસ પર હતા અને પ્રોટોકોલ હેઠળ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. આ દરમિયાન બંને વચ્ચે માત્ર 5 ફૂટનું અંતર હતું. પરંતુ રાજકીય વિચારધારાનું અંતર અને વાતચીતનો અભાવ કેમેરમાં કેદ થયો હતો. વાસ્તવમાં પીએમ મોદી નેતાજીની જયંતિએ કોલકાતા નેશનલ લાઈબ્રેરીએ પહોંચ્યા હતા. અહીં તેમની સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા.

લાઈબ્રેરીમાં આ દરમિયાન રાજ્યના ઘણા અધિકારીઓ હાજર હતા. લાઈબ્રેરીમાં પ્રવેશથી લઈ બહાર જવા સુધી વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી વચ્ચે કોઈ વાતચીત થતી જોવા મળી નહોતી. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર રહેલા અધિકારી પાસેથી લાઈબ્રેરી અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અંગે ઘણી માહિતીઓ મેળવી હતી. પરંતુ મમતા બેનર્જી સાથે તેમણે કોઈ વાત કરી નહોતી. તેઓ એકબીજાથી વધુ દૂર નહોતા ઉભા પરંતુ છતાં એકબીજાને જોવાની તસ્દી પણ લીધી નહોતી. તેઓ મોટાભાગે વિપરીત દિશાઓમાં જ જોતા જોવા મળ્યા હતા. લાઈબ્રેરીની બહાર નીકળતા પહેલા મમતા બેનર્જી અને રાજ્યપાલ ધનખડ વચ્ચે કોઈ મુદ્દે વાત થઈ હતી. પરંતુ વડાપ્રધાન સાથે તેમની કોઈ વાત થઈ નહોતી.

આ ઘટના એટલે પણ ચર્ચામાં રહી કે આગામી અમુક મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે. એવામાં વડાપ્રધાન મોદીના બંગાળ પ્રવાસને મહત્ત્વપૂર્ણ મનાય છે. છેલ્લા ઘણા મહિનાથી બંગાળમાં રાજકીય ધમાસાણમાં વધારો થયો છે. આ અગાઉ શનિવારે ટીએમસી દ્વારા મમતા બેનર્જીના નેતૃત્ત્વ હેઠળ 8 કિ.મી. લાંબી રેલી નીકાળી હતી. મમતા બેનર્જીએ શ્યામ બજારથી રેલી શરૂ કરતા દેશની 4 રાજધાની અંગે માંગ કરી હતી. મમતાએ કહ્યું કે, 4 રાજધાનીઓને સમયાંતરે રોટેટ કરતા રહેવું જોઈએ. અંગ્રેજોએ કોલકાતાથી દેશ પર શાસન કર્યું હતું. આપણા દેશમાં માત્ર 1 રાજધાની શા માટે છે.

READ ALSO

Related posts

LIVE: 31 જિલ્લા પંચાયતોના પરિણામ, 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં

pratik shah

રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

Mansi Patel

તાલુકા પંચાયત પરિણામ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં AAPનું ઝાડુ ફરી ગયું , સુરતની આ બેઠક પર મારી બાજી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!