GSTV
Home » News » મોદી 2.0 મિશન: અત્યંત મહત્વપૂર્ણ યોજના ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

મોદી 2.0 મિશન: અત્યંત મહત્વપૂર્ણ યોજના ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

મોદી સરકારને 2014 કરતા 2019માં વધુ જનાદેશ પ્રાપ્ત થતા તે ફરી સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી. પુનઃ સત્તા પ્રાપ્ત કરવામાં મોદીની કેટલીક પોપ્યુલર યોજનાઓનું વિશેષ યોગદાન રહ્યું. જેમાં ‘સ્વચ્છ ભારત’, ‘આયુષ્યમાન ભારત’ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ જેવી યોજનાઓ મુખ્ય રહી.

જો કે ડિજિટલ ઇંડાયા જેવી કેટલીક યોજનાઓને ઘેર-ઘેર લોકો સુધી પંહોચાડવામાં બીજેપી નિષ્ફળ રહી. મોદી સરકાર લોકપ્રિય યોજનાઓ પર વધુ ફોકસ કરવા અંગે વિચાર કરી રહી છે. મોદીને સૌથી વધુ ફાયદો PM કિસાન સમ્માન નિધિ યોજનાથી થયો. જેમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવનાર નાના તેમજ સીમાંત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. હવે સરકાર વિસ્તાર વધારી આ સ્કીમમાં તમામ ખેડૂતોને સામેલ કરવા માંગે છે.

ખેડૂતોની મદદ કરતી આ સ્કીમમાં કેટલીક ખામીઓ પણ રહેલી છે જેને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે. PM કિસાન સમ્માન નિધિ યોજના પાંચ મહિના પહેલા જ 10.704 કરોડ ગરીબ પરીવારો એટલે કે લગભગ 5 કરોડ લોકોને પાંચ લાખ સુધી વાર્ષિક સ્વાસ્થ્ય વીમા સુરક્ષા પૂરી પાડતી આ આયુષ્યમાન ભારત એટલે કે PM જન આરોગ્ય યોજના આવી હતી.

નેશનલ હેલ્થ ઓથોરિટી મુજબ હોસ્પિટલમાં ભરતી માટે અલોકેટેડ 3,580 કરોડ રૂપિયાની આ સ્કીમ હેઠળ આશરે 27 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ યોજનામાં આઉટપેંશેંટ કેર તેમજ લાંબી બીમારી પર થતા ખર્ચને સામેલ કરવામાં આવ્યા નથી. મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ગેસની સબ્સિડીવાળા ગેસ સિલેંડર આપવાનું શરૂ કર્યું હતું. જેથી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય કેમકે પ્રદૂષણથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. આ યોજના હેઠળ 60 કરોડ લોકોને એલપીજી કનેકશન આપવામાં આવ્યા છે.

મોદી સરકારની શહેરી વિસ્તારની વિકાસ યોજનામાં ધુરી સ્માર્ટ સિટીઝ મિશન છે, જેમાં 100 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગ, મલ્ટી-મોડલ, ટ્રાંસપોર્ટ, વેસ્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ સાથે સ્માર્ટ ગર્વનેંસ પર પણ આ સ્કીમનું ફોકસ રહેશે. સ્વચ્છ ભારત યોજના ગાંધીજીના જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. અનેક પ્રદેશોમાં આ યોજનાનો સકારાત્મક પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે. આ યોજના હેઠળ સરકારે ઘણા બધા પ્રદેશોમાં કોમ્યુનિટી ટોયલેટ સુવિધા પૂરી પાડી છે. આગામી દિવસોમાં સરકાર આવી લાભકારક યોજનાઓ પર વધુ ધ્યાન આપી તેમાં રહેલ ખામીઓ દૂર કરવા પ્રયાસ કરશે.

Read Also

Related posts

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!