GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પતિએ એટલી ખરાબ રીતે મારી કે મોડેલના કાનનો પડદો ફાટી ગયો, FIR દાખલ

એક અભિનેતાએ 10 મહિના પહેલાં એક મોડેલ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના દસ મહિના બાદ તેની પત્નીએ દહેજ માટે મારપીટનો કેસ દાખલ કર્યો છે. પીડિતા સ્વાતિ મેહરાએ આરોપ મૂક્યો છે કે, સુદામા નગર નિવાસી અભિનેતા કર્ણ શાસ્ત્રીએ લગ્નના બીજા જ મહિનાથી મારપીટ કરવાની શરૂ કરી દીધી હતી. સ્વાતિ મેહરા વ્યવસાયે એક મોડેલ છે.

કર્ણ અને સ્વાતિ મુંબઈમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જૂન 2018માં મળ્યાં હતાં. ફિલ્મમાં કર્ણ મુખ્ય રોલમાં હતો. આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી બંનેએ લગ્ન કરી લીધાં.

બંનેએ 13 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. સ્વાતિએ કર્ણ પર આરોપ મૂક્યો છે કે, લગ્નના બીજા જ મહિનાથી તેણે રૂપિયા માંગવાના શરૂ કરી દીધા હતા.

સ્વાતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે કર્ણએ તેની સાથે ઘણીવાર મારપીટ કરી, જેમાં તેનો કાનનો પડદો પણ ફાટી ગયો હતો. એટલું જ નહીં, સ્વાતિએ એમ પણ આરોપ મૂક્યો છે કે, કર્ણએ એકવાર તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. કર્ણના સ્વભાવના કારણે જ સ્વાતિને ઈંડસ્ટ્રીમાં કામ મળવાનું પણ ઓછું થઈ ગયું છે.

ઉલ્લેખનિય છે કે, સ્વાતિએ મુંબઈના ગોરેગાંવ પોલીસસ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પોલીસે આ બાબતે ઝીરો એફઆઈઆર દાખલ કરી છે અને કેસ અત્યારે દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે.

તો કર્ણનું કહેવું છે કે, સ્વાતિ અલગ રહે છે, તેણે એમ પણ કહ્યું છે કે, આ નિર્ણય માટે બંને જવાબદાર છે. કર્ણએ સ્વાતિએ લગાવેલા આરોપો ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે, સ્વાતિ તેનું કરિયર અને તેના પરિવારનું જીવન બરબાદ કરી નાખવા ઇચ્છે છે એટલે આવું કરી રહી છે.

Related posts

જનસેવા કેન્દ્રોનાં ઓપરેટરો ઉતર્યા હડતાળ પર, દસ મહિનાથી પગાર ના ચૂકવતા લીધો આ નિર્ણય

pratik shah

પેટા ચૂંટણી: કોંગ્રેસનાં સિનિયર નેતાઓની જવાબદારી વધી, ચૂંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા

pratik shah

હવાઈ જહાજને માત આપશે રેલગાડીઓ, ટ્રેન ચલાવવા દુનિયાભરની કંપનીઓ આવી રહી છે ભારત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!