GSTV

હાઉસફૂલમાં રોલ માટે મને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું, મારી ઉંમર 17 વર્ષની હતી : આ ફિલ્મમેકરે ગંદો સ્પર્શ કર્યો હતો

Last Updated on September 11, 2020 by Karan

થોડા  વર્ષ અગાઉ મી ટુ ઝુંબેશ વખતે બોલિવૂડમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા હતા. ફિલ્મમેકર સાજિદખાનનું નામ  પણ તેમાં સામેલ હતું. તાજેતરમાં જ એક મોડેલ પાઉલાએ સાજિદ સામે સતામણીનો આરોપ દાખલ કર્યો છે. તેણે કહ્યું હતું કે તે વખતે તે 17 વર્ષની હતી. પાઉલાએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં લખ્યું છે અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર સાજિદ ખાનની ઘરપકડ કરવાની માગણી પણ થઈ રહી છે.

પાઉલાએ લખ્યું છે કે જ્ચારે મી ટુ મુવમેન્ટ શરૂ થઈ હતી ત્યારે ઘણા લોકોએ સાજિદ ખાન વિશે કહ્યું હતું. જોકે હું હિંમત કરી શકી ન હતી. કેમ કે અન્ય એકટરની માફક મારા ગોડફાધર નથી અને મારે ઘર ચલાવવાનું છે. હું શાંત રહી હતી. હવે મારી સાથે મારા પેરેન્ટસ નથી અને હું મારા માટે જ કમાણી કરી રહી છું.  હવે હું કહી શકું છું કે 17 વર્ષની હતી ત્યારે સાજિદખાને મારી જાતીય સતામણી કરી હતી.

પાઉલાએ લખ્યું છે કે જ્યારે સાજિદે તેને ઓડિશન માટે બોલાવી હતી ત્યારે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેણે મારી સાથે ગંદી વાતો કરી હતી. મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે હાઉસફૂલમાં રોલ કરવા માટે મને તેમની સામે જ કપડા ઉતારવાનું કહ્યું હતું,

હું અહીં દયાની ભીખ માગી રહી નથી પરંતુ એક બાળકી તરીકે એ વખતે મારી ઉપર ઘણી માઠી અસર પડી હતી. હુ ચૂપ રહી પરંતુ હવે સમય પાકી ગયો છે. આવા  લોકોને જેલની પાછળ ધકેલી દેવા જોઇએ.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!