GSTV
Home » News » અરવલ્લીના મોડાસામાં ભયંકર ગંદકીનું સામ્રાજ્ય

અરવલ્લીના મોડાસામાં ભયંકર ગંદકીનું સામ્રાજ્ય

અરવલ્લી જિલ્લાનું મોડાસા હાલ ગંદકીના ઢગમાં ખદબદી રહ્યું છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવાના નગરપાલિકાના દાવા વચ્ચે પણ ભયંકર ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થઈ ગયું છે. જે સ્વચ્છતા અભિયાનની ચાડી ખાય છે.

જુઓ આ છે અરવલ્લી જિલ્લાનું મોડસા. જ્યાં નજર નાંખો ત્યાં કચરો અને ગંદકી જ નજરે ચઢે. મોડાસાનો એકપણ વિસ્તાર કે એકપણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં ગંદકી અને કચરાના ઢગ ન હોય. મોડાસા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ભેગો કરીને કોલેજ રોડ પર ડમ્પીંગ સાઈટમાં નાંખવામાં આવે છે. પરંતુ કેટલોક કચરો નદી નજીક પણ ઠાલવવામાં આવે છે.

સમગ્ર જગ્યાએ ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. અહીં નજીકમાં સ્કૂલ પણ આવેલી છે. ત્યારે પાંચથી છ કલાક સુધી ગંદકી નજીક ભણવાથી આ વિદ્યાર્થીઓના આરોગ્ય પર પણ અસર થવાની ભીતી સેવાઈ રહી છે.

ગંદકીમાંથી મંદિરો પણ બાકાત નથી. મંદિરની આસપાસ પણ ગંદકીના ઢગ જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક બાજુ સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો થાય છે ને લાખો રૂપિયા પ્રચાર પ્રસાર પાછળ ખર્ચ કરવામાં આવે છે ત્યારે મોડાસામાં સર્વત્રે પથરાયેલી ગંદકીએ સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી છે.

Related posts

ટ્રમ્પ પરિવાર માટે રાષ્ટ્રપતિભવનમાં શાહી ભોજનની વ્યવસ્થા, સરકારના અનેક મંત્રીઓ પણ પહોંચ્યા

Pravin Makwana

ક્રોધમાં લાલ-પીળી થઈ સારા અલી ખાન, વીડિયોમાં કહ્યુ મારા બોયફ્રેન્ડને….

Ankita Trada

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!