GSTV
Home » News » મોડાસા : આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે મોડાસામાંથી દલિત યુવકનો વરઘોડો નિકળશે

મોડાસા : આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે મોડાસામાંથી દલિત યુવકનો વરઘોડો નિકળશે

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં ગઈકાલે સર્જાયેલા ઘર્ષણ બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અને આજ સ્થિતિ વચ્ચે આજે સઘન બંદોબસ્ત વચ્ચે ફરી વરરાજાનો વરઘોડો નીકળશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો હતો. આ સમયે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનો તે બાદ વરઘોડો પરત ફર્યો હતો. ગઈકાલે બનેલી ઘટના બાદ ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એસઆરપીની એક ટુકડી પણ ગામમાં ઉતારી દેવાઈ છે.

ક્યાંનું ગુજરાત મોડેલ ?

સમગ્ર દેશમાં ગુજરાત મોડલની ચર્ચા ચાલે છે. પરંતુ વાઈબ્રન્ટ ગુજરાતમાં આજે પણ અસ્પૃશ્યતા અને આભડછેટનુ દુષણ યથાવત જોવા મળી રહ્યુ છે. જેના કારણે દલિતો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે. દલિતોને ગામડાઓમાં લગ્ન પ્રસંગે વરઘોડો પણ કઢવા દેવાતો નથી.

ખાસ કરી ઉત્તર ગુજરાતના ત્રણ ગામોના ગઈકાલે જોવા મળેલા દ્રશ્યો ચિંતા જનક છે..મોડાસાના ખંભીસર ગામે ભજનમંડળીએ વરઘોડાને અટકાવતા વિવાદ થયો હતો. અને દલિત યુવકના વરઘોડા સમયે સ્થિતિ એવી વણસી કે, પથ્થરમારો પણ થયો અને વાહનોમાં તોડફોડ પણ થઈ. તો વડાલીના ગાજીપુરમાંય દલિતોને વરઘોડો કાઢવા પોલીસે બંદોબસ્ત માંગવો પડ્યો.

ગામના દલિત પરિવારને વરઘોડો ન કાઢવાની મકી મળી હતી. જેથી નાયબ મામલતદાર સહિત એક ડીવાયએસપી, ચાર પીએસઆઈ, અને 46 પોલીસકર્મીઓ હાજરીમાં વરઘોડો નીકળ્યો અને દલિત યુવકનો લગ્ન પ્રસંગ યોજાયો. જ્યારે પ્રાંતિજના સીતવાડા ગામે દલિતો સાથે ભેદભાવ જેવા દ્રશ્યોથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી. દલિત યુવકને મંદિરે દર્શન કરવા જવા દેવાયો નહતો. દલિતોએ લગ્ન પ્રસંગે પણ પોલીસ બોલાવવી પડી હતી.

READ ALSO

Related posts

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi

હવે ટિકિટ વિંડો પર લાઈનમાં નહીં ઉભા રહેવું પડે, રેલવે મંત્રાલયે આ એપ દ્વારા શરૂ કરી નવી આ સર્વિસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!