અમદાવાદ શહેર આમ આદમી પાર્ટીના નેતા તેમજ અસારવા બેઠકના AAPના ઉમેદવાર જે.જે. મેવાડા સામે કોર્ટે તપાસના આદેશ આપતા આપ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે જે.જે. મેવાડા સામે 202 મુજબ તપાસના આદેશ આપ્યા છે. DYSPની ફરજ દરમિયાન જે.જે. મેવાડાએ કરેલ ભ્રષ્ટાચાર અંગે ગુજરાત ACB ઈન્કવાયરી કરી કોર્ટને રિપોર્ટ કરશે. ગાંધીનગરના વિરલ ગોસ્વામી દ્વારા મોડાસા કોર્ટમાં જે.જે. મેવાડા સામે તપાસની માંગ કરાઈ હતી.
જે.જે. મેવાડાએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી જમીન અને મિલકતો વસાવી હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરાઈ હતી. નિવૃત્ત પોલીસ અધિકારી જે.જે.મેવાડા સામે આવક કરતાં વધુ સંપત્તિ અને રૂ. 300 કરોડના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ થયા પછી રાજકારણ ગરમાયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ